Video: વડોદરામાં વિવાદિત રૂ. ૨૦.૫૩ કરોડનો પ્લોટ ૧૪ વર્ષ બાદ યુસુફ પઠાણને ફાળવવાનો તખતો તૈયાર

વડોદરામાં પૂર્વ ક્રિકેટર અને સાંસદ યુસુફ પઠાણ ફરી એકવાર જમીન વિવાદને લઈને ચર્ચામાં આવ્યા છે. તાંદલજા વિસ્તારના ટીપી-૨૨ સ્થિત ૯૭૮ ચોરસ મીટરના ગેરકાયદે કબજા હેઠળના આ વિવાદિત પ્લોટની કિંમત રૂપિયા ૨૦.૫૩ કરોડ છે. યુસુફે વર્ષ ૨૦૧૨માં આ પ્લોટની માગણી કરી હતી, પરંતુ ૨૦૧૪માં રાજ્ય સરકારે ફાળવણીની દરખાસ્ત નામંજૂર કરી દીધી હતી. ત્યારબાદ ૨૦૨૪માં આ સમગ્ર મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો અને ઓગસ્ટ ૨૦૨૬માં હાઇકોર્ટમાંથી અપીલ પાછી ખેંચાઈ હતી. મમતા બેનર્જીનો સાથ છોડ્યા બાદ હવે વડોદરા પાલિકા તંત્ર યુસુફ પર મહેરબાન થઈ રહ્યું હોય તેમ પ્લોટની કાયદેસર ફાળવણી કરવાની દિશામાં પ્રક્રિયા આગળ વધી રહી છે. રાજ્ય સરકારની મંજૂરી મેળવીને ૧૪ વર્ષ જૂની આ ફાળવણીની દરખાસ્ત ટૂંક સમયમાં જ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે તેમ મનાય છે..





