Video: વડોદરામાં ભારત અને ઝિમ્બાબ્વે મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે 23 ઓક્ટોબરથી વન-ડે સીરિઝ રમાશે

ભારતીય મહિલા ટીમે ઝિમ્બાબ્વે સામેની ત્રણ ટી-20ની સીરિઝ ક્લીન સ્વીપ સાથે જીતી. હવે બંને ટીમ વચ્ચે વડોદરામાં ત્રણ વન-ડેની સીરિઝ રમાશે. વન-ડે સીરિઝ માટે ટીમ ઈન્ડિયા સાથે મહેમાન ઝિમ્બાબ્વે ટીમ વડોદરા પહોંચી ચૂકી છે. બંને ટીમ વચ્ચે 23 ઓક્ટોબરે વન-ડે સીરિઝ શરૂ થઈ રહી છે અને સીરિઝનો અંતિમ મુકાબલો 28 ઓક્ટોબરે રમાશે. છેલ્લા એક દાયકાથી પણ વધુ સમયથી ઝિમ્બાબ્વે ક્રિકેટ વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. મેન્સ ટીમમાં સુધારા વધારા સાથે મહિલા ટીમ પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ઝિમ્બાબ્વે ક્રિકેટનો સુવર્ણ ભૂતકાળના આશરે સંઘર્ષ કરી ફરીથી પોતાની ઓળખ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. જોકે, ટી-20ની જેમ વન-ડે સીરિઝમાં પણ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ હોટ ફેવરિટ છે.







