સુરતમાં ચોથા માળે ફ્લેટમાં આગ લાગતા 76 વર્ષના વૃધ્ધા દાઝ્યા, આ રીતે કરાયું રેસ્ક્યૂં
સુરતમાં આગના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે માતાવાડી ખાતે આવેલા એક એપાર્ટમેન્ટના ચોથા માળે ફ

સુરતમાં આગના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે માતાવાડી ખાતે આવેલા એક એપાર્ટમેન્ટના ચોથા માળે ફ્લેટમાં આગ લાગી હતી. જેથી અફડાતફડી મચી ગઈ હતી. સૌ કોઈ પોતાનો જીવ બચાવી નાસી રહ્યાં હતાં. ત્યારે ફ્લેટમાં રહેતા 76 વર્ષીય વૃધ્ધ મહિલા ફસાઈ ગયા હતાં. બાદમાં આગની જ્વાળામાં દાઝી ગયા હતાં. જો કે, સદનસીબે ફાયરબ્રિગેડે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને વૃધ્ધાનું રેસ્ક્યૂં કર્યું હતું.
આ પણ વાંચોઃVideo: સુરતમાં અસામાજિક તત્વોનો આતંક, જૈન દેરાસર પાસે જાહેરમાં કરી મારામારી
સામાન બળીને ખાક
વરાછા વિસ્તારમાં આવેલા માતાવાડી ખાતે બહુચર એપાર્ટમેન્ટમાં આગ લાગી ગઈ હતી. ફ્લેટ નંબર 403માં આગ લાગી ગઈ હતી. જેના પગલે ઘરમાં હાજર સૌ કોઈમાં ભાગદોડ મચી ગઈ હતી. આગની જ્વાળા 76 વર્ષના વૃધ્ધા મંજુલાબેન દાઝી ગયા હતા. સાથે જ ફ્લેટમાં રહેલો સામાન પણ બળીને ખાક થઈ ગયો હતો. આગ લાગવા અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
વૃધ્ધાને હોસ્પિટલ ખસેડાયા
ફાયર ઓફિસર સુધીર ગઢવીએ કહ્યું કે, ફ્લેટમાં વૃધ્ધા અને તેના બે દીકરાઓ રહેતા હતાં. અચાનક જ આગ લાગવાના પગલે વૃધ્ધા દાજી ગયા હતા. તેમને ઘરની બહાર કાઢી લેવામાં આવ્યા હતા. આગની જાણ થતા કાપોદ્રા ફાયર વિભાગની બે ગાડી ઘટના સ્થળે પહોંચી હતી. બાદમાં વૃધ્ધાને રેસ્ક્યૂં કરીને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.આગનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.








