મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મહેસાણા: વર્ગ-3ના 72 કર્મચારીઓએ પેન ડાઉન હડતાળનું હથિયાર ઉગામ્યું, કચેરીનું કામકાજ ઠપ્પ!

મહેસાણા જિલ્લાના સીટી સર્વેયર, ડી.એલ.આર. અને લેન્ડ રેકર્ડના વર્ગ 3ના 72 કર્મચારીઓએ પડતર માંગણીઓ મુદ્દે

મહેસાણા: વર્ગ-3ના 72 કર્મચારીઓએ પેન ડાઉન હડતાળનું હથિયાર ઉગામ્યું, કચેરીનું કામકાજ ઠપ્પ!

મહેસાણા જિલ્લાના સીટી સર્વેયર, ડી.એલ.આર. અને લેન્ડ રેકર્ડના વર્ગ 3ના 72 કર્મચારીઓએ પડતર માંગણીઓ મુદ્દે પેન ડાઉન હડતાળનું હથિયાર ઉગામ્યું છે. જેના પગલે હાલ તો કામકાજ ઠપ્પ થઈ ગયું છે. આ કર્મચારીઓ 31 જુલાઈ સુધી પેન ડાઉન હડતાળ પર રહેશે.

મહેસાણા જિલ્લામાં પડતર માંગણીઓ મુદ્દે સીટી સર્વેયર,લેન્ડ રેકર્ડ અને ડી.એલ.આર.ના વર્ગ 3ના કર્મચારીઓએ પેન ડાઉન હડતાળ ઉપર ઉતર્યા છે. સર્વેયરની ટેક્નિકલ જગ્યા છે છતાં ટેક્નિકલ મુજબ ગ્રેડ પે આપતો નથી.  2800નું ગ્રેડ પે મળે છે જે વધારી 4400નું વધારવા તેમજ જુદી જુદી 13 જેટલી પડતર માંગણીઓ મુદ્દે તેઓ હડતાળ ઉપર ઉતર્યા છે. 

કર્મચારીઓ 31 જુલાઈ સુધી પેન ડાઉન હડતાળ પર રહેશે

જિલ્લામાં ત્રણેય કચેરીના મળી 72 જેટલા કર્મચારીઓ રજા ઉપર ઉતરી જતાં કચેરીઓ અરજદારો વિના સૂમસામ ભાસી રહ્યા છે.  31 જુલાઈ સુધી પેન ડાઉન હડતાળ ઉપર રહેશે. જોકે, ત્યાં સુધીમાં પણ તેમના પ્રશ્નો મુદ્દે કોઈ નિરાકરણ લાવવામાં નહિ આવે તો તેઓ આગામી દિવસોમાં પણ હડતાળ ચાલુ રાખી શકે છે. 

આ સમાચાર શેર કરો