મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સેલ્ફી લેવાના ચક્કરમાં ચેક ડેમમાં ડૂબ્યા રાજકોટના તબીબ, ભારે જહેમત બાદ મળ્યો મૃતદેહ

રાજકોટના શ્રમજીવી સોસાયટી મેઈન રોડ પર મુકબંધીરોની સ્કૂલ પાસે મંત્રમ મકાનમાં રહેતા 71 વર્ષિ

સેલ્ફી લેવાના ચક્કરમાં ચેક ડેમમાં ડૂબ્યા રાજકોટના તબીબ, ભારે જહેમત બાદ મળ્યો મૃતદેહ

રાજકોટના શ્રમજીવી સોસાયટી મેઈન રોડ પર મુકબંધીરોની સ્કૂલ પાસે મંત્રમ મકાનમાં રહેતા 71 વર્ષિય તબીબનું રાજકોટની ભાગોળે લોધિકા પાસે આવેલ મોટાવડા ગામની સીમમાં વોકીંગ વખતે ચેક ડેમમાં પડી જવાથી ભેદી મોત નીપજ્યું હતું. 

 તબીબ વોકીંગમાં ગયા બાદ પરત નહીં આવતાં પરિવારજનોએ શોધખોળ આદરી

 તબીબ વોકીંગમાં ગયા બાદ પરત નહીં આવતાં પરિવારજનોએ શોધખોળ કરતા ચેક ડેમમાં ડૂબી ગયાનું જાણવા મળ્યું હતું. આ ઘટનાથી તબીબ જગતમાં ભારે શોક વ્યાપી ગયો છે. સેલ્ફીના ચક્કરમાં 71 વર્ષના તબીબે જીવ ગુમાવ્યો હતો. આ બાબતે મૃતકના તબીબ પુત્રએ પણ મીડિયા સમક્ષ બોલવાનો ઈન્કાર કરી દીધો હતો.

ડોકટર ડૂબી ગયા હોવાનું આવ્યું સામે

તબીબ વાડીએથી સાંજે વોકીંગમાં નીકળ્યા હતાં. મોડે સુધી ડોકટર પરત નહીં આવતાં પરિવારજનોએ શોધખોળ કરતાં મોટાવડા ફાર્મ હાઉસ નજીક ચેક ડેમમાં ડોકટર ડૂબી ગયા હોવાનું જાણવા મળતા તેમને તરવૈયાઓની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતાં અને સારવાર માટે બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં. સિવિલના તબીબોએ મૃત જાહેર કર્યા હતા,

આ સમાચાર શેર કરો