ભારે વરસાદને પગલે સુરતથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત જતી 70 બસ રદ કરાઈ, મુસાફરો અટવાયા
હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતમા

હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતમાં પણ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સુરતથી જતી 70 જેટલી બસ રદ કરી દેવામાં આવી છે. જેના કારણે હજારથી વધુ મુસાફરો અટવાયા છે.
52 ટ્રીપ કેન્સલ કરાઈ
સુરત એસટી બસ વિભાગ નિયામક પી. વી. ગુર્જરએ કહ્યું કે, ભારે વરસાદના કારણે ઘણી બસ સેવાને અસર થઈ છે. 52 ટ્રીપ કેન્સલ કરવામાં આવી છે. 19 રૂટ અફેક્ટેડ થયા છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના રોડ વધારે અસરગ્રસ્ત થયા છે. જેથી ત્યાંની બસ સેવાને વધારે અસર થઈ છે.
વડોદરા બાયપાસ સેવા યથાવત
વડોદરા સિટીમાં પાણી આવી જવાથી બાયપાસ અમદાવાદ રૂટ શરૂ છે. બસનું સંચાલન હાલ બંધ થયું છે. જેથી સૌરાષ્ટ્ર તરફ જતા મુસાફરોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. જેમ જેમ પાણી ઉતરતા જશે તેમ તેમ ફરીથી બસનું સંચાલન પૂર્વવત કરી દેવામાં આવશે. હાલ સાવચેતીને ધ્યાનમાં રાખીને મુસાફરી અટકાવી દેવામાં આવી છે.








