મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surendranagar news: નજીવી બાબતે 7 રાઉન્ડ ફાયરિંગ, 4 લોકો ઇજાગ્રસ્ત થતાં સારવાર હેઠળ

સુરેન્દ્રનગર જિલ્લાના થાનના અમરાપરા ગામમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. 7 થી 8 રાઉ

Surendranagar news: નજીવી બાબતે 7 રાઉન્ડ ફાયરિંગ, 4 લોકો ઇજાગ્રસ્ત થતાં સારવાર હેઠળ

સુરેન્દ્રનગર જિલ્લાના થાનના અમરાપરા ગામમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. 7 થી 8 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે અને કારના કાચ પણ તોડવામાં આવ્યા છે. સમગ્ર ઘટનામાં 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે. 

ફાયરિંગની ઘટનામાં 4 લોકો ઇજાગ્રસ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ દિન-પ્રતિદિન કથળી રહી છે, ત્યારે ગણતરીના દિવસોમાં થાનમાં ફાયરિંગ થવાની ત્રીજી ઘટના સામે આવી છે. આ ઘટના બાદ થાન પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. પાણી ઉડવા જેવી નજીવી બાબતે 7 થી 8 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.સાથે જ કારમાં પણ તોડફોડ કરાઇ છે. સમગ્ર ઘટનામાં 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ અંગે પોલીસ વધુ તપાસ  હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો