ગોંડલ: શંકાસ્પદ ચાંદીપુરાથી 7 મહિનાના બાળકનું મોત, પરપ્રાંતિય મજૂરના બાળકમાં દેખાયા હતા લક્ષણો
રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી અસરગ્રસ્ત બાળકોના મોતના સતત અહેવાલ સામે આવી રહ્યા છે.રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી સ

રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી અસરગ્રસ્ત બાળકોના મોતના સતત અહેવાલ સામે આવી રહ્યા છે.રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી સંક્રિમત શંકાસ્પદ 84 કેસો સામે આવ્યા છે.
7 મહિનાના બાળકનું સારવાર દરમ્યાન મોત
રાજકોટના ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પરપ્રાંતિય મજૂરના 7 મહિનાના બાળકમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો સામે આવ્યા હતા. બાળકને સારવાર અર્થે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. 7 મહિનાના બાળકનું સારવાર દરમ્યાન આજે મોત નીપજ્યું હતું.
ચાંદીપુરા વાયરસના લક્ષણ
- ખેંચ આવવી
- માથાનો દુ:ખાવો
- બેભાન થવું
- હાઇગ્રેડ તાવ
- ઉલટી
- ઝાડા
- 0થી 14 વર્ષના બાળકોને આ બીમારીની સંભાવના વધારે છે.
- જો આવા ચિહ્ન-લક્ષણો સાથેની બીમારી જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો...






