મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરેન્દ્રનગર / ચોટીલાના રાજાવડમાં દલિત યુવાનની હત્યા મામલે 6 શખ્સોની અટકાયત

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના રાજાવડ ગામમાં દલિત યુવાનની હત્યા મામલે પોલીસે મોટી કાર્

સુરેન્દ્રનગર / ચોટીલાના રાજાવડમાં દલિત યુવાનની હત્યા મામલે 6 શખ્સોની અટકાયત

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના રાજાવડ ગામમાં દલિત યુવાનની હત્યા મામલે પોલીસે મોટી કાર્યવાહી કરતા આ કેસમાં 6 શખ્સોની અટકાયત કરી છે. આ તમામ આરોપીઓના નામ FIRમાં સામેલ હતા. 

ચોટીલા તાલુકાના રાજાવડ ગામનો દિલીપ વાઘેલા નામનો દલિત યુવાન ચાર દિવસ પહેલા ગુમ થયો હતો. બે દિવસ પહેલા ભોગાવો વિસ્તારમાંથી તેનો અડધો બળેલો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક યુવાનના પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી હતી. પોલીસે મૃતદેહના ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો હતો. 

ઘટનાની જાણ થતા દલિત સમાજના લોકો હોસ્પિટલ એકઠા થઇ ગયા હતા. પરિવારજન અને સમાજના ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ હત્યાનો ગુનો નોંધાયો હતો. પોલીસ દ્વારા આ અંગેની  FIRમાં 6 આરોપીઓના નામ સામેલ કરવામાં આવ્યાં હતા. આ તમામ આરોપીઓની આજે અટકાયત કરવામાં આવી છે. 

આ સમાચાર શેર કરો