મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

દાહોદમાં બે અલગ અલગ માર્ગ અકસ્માતમાં 6 લોકોના મોત, બે બાઇક સામ સામે ટકરાતા 4 લોકોએ ગુમાવ્યો જીવ

દાહોદ જિલ્લામાં બે અલગ અલગ માર્ગ અકસ્માતમાં 6 લોકોના મોત થયા હતા. ઝાલોદ RTO ચેકપોસ્ટ પાસે ઇકો કાર અને બાઇક વચ્ચ

દાહોદમાં બે અલગ અલગ માર્ગ અકસ્માતમાં 6 લોકોના મોત, બે બાઇક સામ સામે ટકરાતા 4 લોકોએ ગુમાવ્યો જીવ

દાહોદ જિલ્લામાં બે અલગ અલગ માર્ગ અકસ્માતમાં 6 લોકોના મોત થયા હતા. ઝાલોદ RTO ચેકપોસ્ટ પાસે ઇકો કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જ્યારે વેલપુરામાં બે બાઇક સામ સામે અથડાતા 4 લોકોના મોત થયા હતા.

દાહોદમાં માર્ગ અકસ્માતની બે ઘટનામાં 6 લોકોના મોત

દાહોદના ઝાલોદ તાલુકામાં વેલપુરામાં બે બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. ફૂલ સ્પિડે આવતી બે બાઇક સામ સામે અથડાતા તેમાં સવાર 4 લોકોના મોત થયા હતા. બીજી તરફ ઝાલોદ RTO ચેકપોસ્ટ પાસે ઇકો કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બે લોકોના મોત થયા હતા.

બનાવની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતદેહને PM અર્થે ખસેડ્યા હતા.

આ સમાચાર શેર કરો