મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બનાસકાંઠા-અરવલ્લીમાં ભયાનક અકસ્માતમાં 6ના મોત, 5ને ગંભીર ઈ

બનાસકાંઠા-અરવલ્લીમાં ભયાનક અકસ્માતમાં 6ના મોત, 5ને ગંભીર ઈ
આ સમાચાર સાંભળો

રાજ્યના બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ગંભીર અકસ્માતની ઘટનામાં કુલ 6 લોકોના મોત થયા છે. જેમાં વડગામના મોરિયા-મુમનવાસ નજીક કાર અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 3 અને ભિલોડાના ધોલવાણી પાસે બે બાઈક વચ્ચે ભયાનક અકસ્માતમાં બાળકી સહિત 3 લોકોના મોત થયા છે. બંને બનાવમાં કુલ 5 વ્યક્તિ ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાસકાંઠા: મોરિયા-મુમનવાસ નજીક કાર અને રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર, 3ના મોત

મળતી માહિતી મુજબ, બનાસકાંઠાના વડગામ તાલુકામાં મુમનવાસ તરફથી મોરિયા જઈ રહેલી રિક્ષાને અકસ્માત નડ્યો હતો. જેમાં મોરિયા-મુમનવાસ રોડ નજીક રિક્ષા અને કાર વચ્ચે જોરદાર ટક્કરથી 3 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે. આ બનાવમાં અન્ય 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તાત્કાલિક સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ લઈ જવાયા છે. ગમખ્વાર અકસ્માતને લઈને વડગામ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

અરવલ્લી: બાઈક વચ્ચે ભયાનક અકસ્માતમાં બાળકી સહિત 3ના કરૂણ મોત, 3ને ઈજા

 

અરવલ્લીના ભિલોડા તાલુકાના ધોલવાણી પાસે બે બાઈક વચ્ચે ભયનાક અકસ્માતની ઘટના ઘટી છે. જેમાં એક બાળકી સહિત 3 લોકોના કરુણ મોત નીપજ્યા છે. તેમજ 3 લોકોને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો