સુરતમાં એમ્બ્યુલન્સ ભાડે આપવાના નામે ડઝનેક ડોક્ટરને ફસાવ્યા, આ રીતે કરી 5.24 કરોડની ઠગાઈ
સુરતની સ્મીમેર હોસ્પિટલ સતત ચર્ચામાં રહે છે. ત્યારે આ વખતે તબીબો સાથે ઠગાઈ થવાન

સુરતની સ્મીમેર હોસ્પિટલ સતત ચર્ચામાં રહે છે. ત્યારે આ વખતે તબીબો સાથે ઠગાઈ થવાના કેસમાં ચર્ચામાં આવી છે. હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ભાડે મુકવાના નામે ઠગાઈ આચરવામાં આવી છે. ઠગાઈ આચરનાર ડોકટર હાર્દિક પટવાને ઝડપી લેવામાં આવ્યો છે. સ્મીમેર હોસ્પિટલના ડોકટર્સ સાથે ઠગાઈ આચરવામાં આવી હતી.
12 ડોક્ટરને ફસાવ્યા
મહાઠગ હાર્દિક પટવા સહિતના 3 આરોપીઓ દ્વારા તબીબોને લાલચ આપવામાં આવી હતી. જેથી 12થી વધુ ડોકટર તેની ઝાળમાં ફસાઈ ગયા હતાં. આ તબીબોએ 5.24 કરોડ રૂપિયા ગુમાવવાનો વખત આવ્યો હતો. આ ઠગાઈમાં ડોકટર સહિત ત્રણ આરોપીઓ સામેલ છે. જ્યારે હાલ હાર્દિક પટવાની પોલીસે ધરપકડ કરી છે. પોલીસની વધુ તપાસમાં આંકડો વધુ વધી શકે છે.
કંપનીના ખોટા કોન્ટ્રાક્ટ બતાવ્યા
મુખ્ય આરોપી હાર્દિક પટવા, હેમંત પરમાર અને મયુર ગોસ્વામીએ ભેગા મળી 12 તબીબોને એમ્બ્યુલન્સ ખરીદી તેને કંપનીઓમાં ભાડે આપી ઉંચુ વળતર મેળવવાની લાલચ આપી જેએસડબ્લ્યુ સ્ટીલ કંપનીના ખોટા કોન્ટ્રાક્ટ ઓર્ડર બનાવી તબીબોને બતાવી તમામ પાસેથી એમ્બ્યુલન્સ ખરીદવા 5.24 કરોડ ઉધરાવી નાસી ગયા હતાં.








