KHEDA / જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ગેરહાજર રહેનારા 5 શિક્ષકોને બરતરફ કરાયા
Kheda News : ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે ભૂતિયા શિક્ષકો સામે કાર્યવાહી હાથ ધરી હતી. જિલ

Kheda News : ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે ભૂતિયા શિક્ષકો સામે કાર્યવાહી હાથ ધરી હતી. જિલ્લાની વિવિધ પ્રાથમિક શાળામાં સતત ગેરહજાર રહેનારા ભૂતિયા શિક્ષકોનો ડેટા મેળવતા જિલ્લામાંથી કુલ 7 શિક્ષકો આવા મળી આવ્યાં છે. તમામને અગાઉ ત્રણ વાર કારણદર્શક નોટીસ અપાઈ ચૂકી હતી. નોટિસ બાદ પણ કોઇ જવાબ ન મળતા અત્યાર સુધી કુલ 5 શિક્ષકોને બરતરફ કરાયા છે. અત્યાર સુધી 27 જુલાઈએ ત્રણ અને 20 ઓગસ્ટે બે મળી કુલ પાંચ શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યાં છે.
બરતરફ કરાયેલા શિક્ષકોની વિગત
- કઠલાલ મનોરજીના મુવાડાના શિક્ષક ચૌધરી દીક્ષિતભાઈ કાનજીભાઈ
- કઠલાલ મઘડોલમાં શિક્ષિકા એમીબેન જીગ્નેશભાઈ દાવલા
- મહેમદાવાદના કરોલીમાં શિક્ષિકા જ્યોતિકાબેન મનસુખભાઈ પટોડીયા
- કઠલાલના પીપળીયાના શિક્ષિકા જીંતલબેન અશોકભાઈ પટેલ
- કઠલાલના કાણીયલ ગામના શિક્ષિકા સેજલબેન દવે
આ પણ વાંચો : ARAVALLI / ગેરહાજર રહેનારા 6 શિક્ષકોનું રાજીનામું ગણી સેવા સમાપ્ત કરાઈ, એક શિક્ષક બરફતર
આ પણ વાંચો : બનાસકાંઠા / પ્રાથમિક શાળાઓમાં ગેરહાજર રહેનાર 9 શિક્ષકોને સસ્પેન્ડ કરાયા
રાજ્યના 17 જિલ્લાના 63 શિક્ષકો લાંબી રજા પર
ગુજરાતના કેટલાક જિલ્લાની સરકારી શાળાઓમાં ભૂતિયા અને ડમી શિક્ષકોની ફરિયાદો ઊભી થવા લાગી છે. અનેક શિક્ષકો ગેરહાજર હોવાની ફરિયાદો ઉઠતાં શિક્ષણ વિભાગે તમામ ડીઈઓ-ડીપીઓને આદેશ કરીને લાંબી રજા પર ગયેલા અને બિનઅધિકૃત રીતે રજા પર હોય તેવા શિક્ષકોની વિગતો મંગાવી હતી. જેમાં તમામ જિલ્લામાંથી સરકારને સોંપાયેલી માહિતી-રિપોર્ટ અનુસાર, રાજ્યના 17 જિલ્લાના 63 શિક્ષકો લાંબી રજા પર છે. જેમાં 31 શિક્ષકો બિનઅધિકૃત રીતે એટલે કે રજા લીધા વિના કે મંજૂરી વિના જ ગેરહાજર છે.
31 શિક્ષકો બિનઅધિકૃત રીતે એટલે કે મંજૂરી વિના જ ઘણા સમયથી ગેરહાજર
રાજ્યના તમામ જિલ્લામાંથી સરકારને માહિતી રિપોર્ટ આપવામાં આવ્યો હતો. જેમાં 17 જિલ્લામાં 32 શિક્ષકો વિદેશ પ્રવાસ પર હોવાનું અને 31 શિક્ષકો બિનઅધિકૃત રીતે એટલે કે મંજૂરી વિના જ ઘણા સમયથી ગેરહાજર હોવાનું ધ્યાને આવ્યું છે. અમદાવાદ જિલ્લામાં શહેરની સરકારી ગ્રાન્ટેડ શાળામાં ચાર શિક્ષકો વિદેશ પ્રવાસ પર છે અને એક ગ્રાન્ટેડ શાળામાં એક શિક્ષક તો 177 દિવસની રજા પર છે. આમ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા પણ આટલી લાંબી રજા કઈ રીતે મંજૂર કરવામાં આવી તે પણ પ્રશ્ન છે.








