મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભાજપના નેતા, પોલીસ કર્મચારી સહિત 5 લોકો દારૂની હેરાફેરી કરતા ઝડપાયા; પોલીસે નોંધી ફરિયાદ

ભાજપના નેતા દારૂના જથ્થા સાથે ઝડપાયા છે. અમદાવાદ ભાજપના અસારવા વોર્ડના પૂર્વ પ્રમુખ જયેશ

ભાજપના નેતા, પોલીસ કર્મચારી સહિત 5 લોકો દારૂની હેરાફેરી કરતા ઝડપાયા; પોલીસે નોંધી ફરિયાદ

ભાજપના નેતા દારૂના જથ્થા સાથે ઝડપાયા છે. અમદાવાદ ભાજપના અસારવા વોર્ડના પૂર્વ પ્રમુખ જયેશ ભાવસાર અને પોલીસ કર્મચારી દારૂની હેરાફેરી કરતા ફરિયાદ નોંધાઇ છે. પોલીસ કોન્સ્ટેબલ અને ભાજપ નેતા સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધાઇ છે. પોલીસ હેડક્વાર્ટરમાં ASI પ્રવિણ ચૌહાણ અને ભાજપ નેતા જયેશ ભાવસારની ધરપકડ કરવામાં આવી છે. રાજસ્થાનથી દારૂનો જથ્થો લઈને સાબરકાંઠા પહોંચતા પોલીસે ઝડપી પડ્યા હતા. પોલીસે વિદેશી દારૂ, કાર અને મોબાઈલ સહિત 7 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

સાબરકાંઠાના વિજયનગરના ચિઠોડા પોલીસ દ્વારા તમામ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ભાજપ નેતા અને તેના સાગરીતો રાજસ્થાનથી ગુજરાત તરફ 34 દારૂની પેટી ભરી આવતા હતા. બાતમીના આધારે ચિઠોડા પોલીસે કાર્યવાહી કરી હતી. સમગ્ર મામલે ફરાર 2 આરોપીની શોધખોળ હાથ ધરી છે.

આરોપીઓના નામ:

પ્રવિણકુમાર ધનજીભાઈ ચૌહાણ

જયેશભાઇ ભરતભાઈ ભાવસાર

પ્રહલાદભાઈ ઓમપ્રકાશભાઈ સોનગરા

કિશોરભાઈ કનૈયાલાલ વંજાણી

ભરત

આ સમાચાર શેર કરો