મહિસાગર: બાલાસિનોરમાં હાથીના દાંત વેચવા જતા 5 લોકો ઝડપાયા
મહિસાગર જિલ્લાના બાલાસિનોરમાં હાથીના દાંત વેચવાની પેરવી કરતા 5 ઇસમ ઝડપાયા છે. મહિસાગર ફોરેસ્

મહિસાગર જિલ્લાના બાલાસિનોરમાં હાથીના દાંત વેચવાની પેરવી કરતા 5 ઇસમ ઝડપાયા છે. મહિસાગર ફોરેસ્ટ અને મુંબઇ વાઇલ્ડ લાઇફ ક્રાઇમ વિભાગની ટીમે બાલાસિનોરમાં હાથીના દાંત સાથે પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે.
મહિસાગર ફોરેસ્ટ ટીમ દ્વારા મુંબઇ વાઇલ્ડ લાઇફ ક્રાઇમ દ્વારા વેપારી બની છટકું ગોઠવીને 5 આરોપીને ઝડપી પાડ્યા હતા. 5 ઇસમો પાસેથી 4 હાથીના દાંત કબ્જે કરવામાં આવ્યા છે.આ હાથીદાંત આ લોકો ક્યાંથી લાવ્યા હતા અને કોને વેચવાના હતા તે અંગે પણ ફોરેસ્ટ વિભાગ દ્વારા ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
હાથીદાંતનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે?
હાથીદાંતનો ઉપયોગ સુશોભન માટે કરવામાં આવે છે અને ઘરેણાં પણ બનાવવામાં આવે છે.હાથીદાંતથી ગળામાં પહેરવા માટે નેકલેસ, કાંડા પર પહેરવા માટે બંગડીઓ, શર્ટ અને કુર્તાના બટન તેમાંથી બનાવવામાં આવે છે. ખાસ કરીને સમૃદ્ધ પરિવારોમાં તેને સ્ટેટસ સિમ્બોલ માનવામાં આવે છે. જૂના જમાનામાં શાહી ઘરોમાં તેની ખૂબ માંગ હતી.






