Surendranagar News: કંથારિયામાં યુવકની હત્યા કરનારા 5 હત્યારાઓ ઝડપાયા, પોલીસને મળી મોટી સફળતા
સુરેન્દ્રનગરના કંથારીયામાં થયેલ યુવકની હત્યાની તપાસમાં પોલીસને મોટી સફળતા મળી છે. કંથારિયામાં યુવકની

સુરેન્દ્રનગરના કંથારીયામાં થયેલ યુવકની હત્યાની તપાસમાં પોલીસને મોટી સફળતા મળી છે. કંથારિયામાં યુવકની હત્યા કરનારા 5 હત્યારાઓને પોલીસે ઝડપી લીધા છે. મોટર સાઈકલની સિટ સળગવા મુદ્દે 5 લોકોએ ભેગા મળી યુવકની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. હત્યારાઓએ હત્યા કરી યુવકના મૃતદેહને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો.
જણાવી દઈએ કે સુરેન્દ્રનગરના કંથારિયામાં રમેશ નામના યુવકની હત્યા કરનારા 5 હત્યારાઓને ઝડપી લઈ પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે. હત્યારાઓએ હત્યા કરી યુવકના મૃતદેહને સળગાવી નાખવાનો પ્રયાસ કર્યો હતો. સુરેન્દ્રનગર ચુડા પોલીસે હત્યાનો ભેદ ઉકેલી પિતા અને 4 પુત્રો સહિત પાંચ આરોપીને ઝડપી લઈ વધુ તપાસ આદરી છે.
2 મહિના પહેલા મુકેશ નાગરભાઈ કોરડિયાની બાઈક આરોપીએ સળગાવી હતી. મોટરસાઈકલ મુદ્દે રમેશભાઈ કોરડિયાએ મુકેશભાઈને આરોપીના નામ આપી દીધા હતા. જેથી આરોપીઓ કિરણભાઈ સોલંકી અને તેમના 4 પુત્રો અશ્વિનભાઈ કિરણભાઈ સોલંકી, અનિલ, પ્રદિપ ઉર્ફે વિશાલ અને ડાર્વિન ધમકી આપતા હતા. 18 જુલાઈએ આ પાંચેય આરોપીઓએ રમેશભાઈની હત્યા કરી હતી જે બદલ પોલીસે તમામની ધરપકડ કરી છે.




