VIDEO: સુરેન્દ્રનગરના 5 ડેમો 100%ની સપાટીએ ભરાયા, 20 ગામોને તંત્રએ એલર્ટ કર્યા
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વિવિધ જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અવિરત વરસાદને કારણે નદી,નાળા,
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વિવિધ જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અવિરત વરસાદને કારણે નદી,નાળા,ડેમ, જળાશયોમાં નવી નીરની આવક શરૂ થઈ છે. સુરેન્દ્રનગરની ભોગાવો નદીમાં પણ પાણી છોડવામાં આવ્યું છે. પાણી છોડ્યા પછી તંત્રએ નદીના પટમાં કોઈએ જવું નહીં તેવી તાકિદ કરી છે. નિભાણી
20 ગામો એલર્ટ પર
જિલ્લામાં ભારે વરસાદને કારણે જળાશયો અને ડેમોમાં નવા નીરની આવક થઈ છે. ધોળીધજા સહિતના ડેમો વરસાદના પગલે ઓવરફ્લો થયો છે. નિભાણી, ત્રિવેણીઠાગા, ધોળીધજા સહિતના 5 ડેમો ઓવરફ્લો થતા તંત્રએ 20 ગામોને એલર્ટ કર્યા છે.
ભારે વરસાદને પગલે સુરેન્દ્રનગર જિલ્લા 5 ડેમો ઓવરફ્લો
વરસાદના પગલે સુરેન્દ્રનગર જિલ્લાના 5 ડેમો 100%ની સપાટીએ ભરાઈ ગયા છે. તો બીજી તરફ ધોળીધજા ડેમ સીઝનમાં ત્રીજી વખત થયો ઓવરફ્લો, ત્રિવેણીઠાગા સબુરી સહિતના ડેમો પણ 100%ની જળસપાટીએ ભરાઈ ગયો છે. ભોગાવો નદી કાંઠે આવેલ 13 થી વધુ ગામોના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે.






