મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગરમાં 2 ઈંચ વરસાદમાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં, અંડરબ્રિજ બંધ કરાતા શહેરીજનો મુશ્કેલીમાં

ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી પણ વધારે સમયથી રાજ્યમાં વરસાદી માહોલ છે. ત્યારે આ વચ્ચે સુરેન્દ

ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી પણ વધારે સમયથી રાજ્યમાં વરસાદી માહોલ છે. ત્યારે આ વચ્ચે સુરેન્દ્રનગરમાં 2 ઈંચ વરસાદ ખાબક્યો હતો. મળતા અહેવાલ પ્રમાણે  સુરેન્દ્રનગરમાં 2 ઈંચ વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેનાથી નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. રિવરફ્રન્ટ ટાવરચોક, મહાનગરપાલિકા વિસ્તાર, અને મિલન ટોકીઝ રોડ પર ઢીંચણ સમાણું પાણી ભરાયું છે.

અંડરબ્રિજમાં પાણી ભરાવાને કારણે તેને બંધ કરવામાં આવ્યો

જ્યારે અંડરબ્રિજમાં પાણી ભરાવાને કારણે તેને બંધ કરવામાં આવ્યો છે.શહેરની 30થી વધુ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયું હોવાની ફરિયાદો ઉઠી છે, જેનું મુખ્ય કારણ મહાનગરપાલિકાની નિષ્ફળ ડ્રેનેજ સિસ્ટમ હોવાનું સ્થાનિકોનું માનવું છે.

પાલિકાની બેદરકારીને કારણે શહેરીજનોને રોજિંદા જીવનમાં ભારે અસર

મહાનગરપાલિકાની બેદરકારીને કારણે શહેરીજનોને રોજિંદા જીવનમાં અસુવિધા થઈ રહી છે.જોકે, મહાનગરપાલિકા દ્વારા વરસાદ બાદ રોડ-રસ્તાની મરામત, ગટરના ઢાંકણા બદલવા, અને વરસાદી પાણીના નિકાલ માટે કામગીરી શરૂ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો