મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Kheda news: ખાતેદારોની ડુપ્લીકેટ સહીઓ દ્વારા 5 લાખની સહાય ઓળવી લેવાઈ, એક જ વ્યક્તિના બે મરણ દાખલા બનાવી આચરાયું કૌભાંડ

ખેડાના ઠાસરા તાલુકાના રાણીયા ગામે સરકારી સહાય કૌભાંડ સામે આવ્યું છે,

Kheda news: ખાતેદારોની ડુપ્લીકેટ સહીઓ દ્વારા 5 લાખની સહાય ઓળવી લેવાઈ, એક જ વ્યક્તિના બે મરણ દાખલા બનાવી આચરાયું કૌભાંડ

ખેડાના ઠાસરા તાલુકાના રાણીયા ગામે સરકારી સહાય કૌભાંડ સામે આવ્યું છે, જેમાં 20 ખાતેદારોની ડુપ્લીકેટ સહીઓ દ્વારા 5.07 લાખ રૂપિયાની સહાય ઓળવી લેવાઈ છે. રાણીયા ગામના મરણ રજીસ્ટરમાં એક જ વ્યક્તિના બે અલગ–અલગ મરણ દાખલા બહાર આવ્યા છે. વર્ષ 1988માં મરણ પામેલી મહિલાના દાખલાને આધારે 1983માં મરણ પામી તેવું બનાવટી દસ્તાવેજ તૈયાર કરાયું છે. એક વ્યક્તિને બે અલગ વર્ષોમાં મૃત બતાવવામાં કોની ભૂમિકા રહી? આ અંગે બેજવાબદાર કર્મચારીઓની તપાસની માંગણી કરવામાં આવી છે.

આ નવા મરણ દાખલાનો ઉપયોગ 50 હજાર રૂપિયા મેળવવા માટે કરવામાં આવ્યો હોવાનો ચોકાવનારો આક્ષેપ સામે આવ્યો છે. ગ્રામ પચાયતમાં 20 જેટલા ખાતેદાર લાભાર્થીની ખોટી સહીઓ કરનાર કોણ છે? અને આ સમગ્ર કૌભાંડ બાબતે નિષ્પક્ષ તપાસની માગણી કરાઈ છે. 

આ સમાચાર શેર કરો