મોટી દુર્ઘટના: કડીના જાસલપુરમાં માટીની ભેખડ ધસી પડતા 8 લોકોના મોત, ચારથી વધુ ઘાયલ
કડી તાલુકાના જાસલપુર ગામમાં સ્થિત એક કંપનીમાં દિવાલ બનાવતા સમયે માટીની ભેખડ ધસી પડતા 8 મજુરોના મોત થયા છે. આ ઘટનામા

કડી તાલુકાના જાસલપુર ગામમાં સ્થિત એક કંપનીમાં દિવાલ બનાવતા સમયે માટીની ભેખડ ધસી પડતા 8 મજુરોના મોત થયા છે. આ ઘટનામાં મૃતકઆંક વધી શકે છે. આ દુર્ઘટનામાં ચાર લોકો ઘાયલ થયા છે.
દિવાલ બનાવતા સમયે માટીની ભેખડ ધસી પડી
પ્રાપ્ત માહિતી પ્રમાણે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના જાસલપુર ગામમાં સ્થિત સ્ટીલ ઇનોક્સ સ્ટેઇનલેસ પ્રા.લી. કંપનીમાં દિવાલ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયામ એકાએક માટીની ભેખડ ધસી પડતા 10થી વધુ મજૂરો દટાયા છે. આ દુર્ઘટનામાં 8 લોકોના મોત થયા છે.
આ બનાવના પગલે મહેસાણા જિલ્લા પોલીસ વડા તરુણ દુગલ, Dy.SP મિલાપ પટેલ, કડી પ્રાંત અધિકારી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસ વડાએ જણાવ્યું કે, કંસ્ટ્રક્શન સાઇટ પર ભેખડ ધસતા સાત લોકોના મોત થયા છે.
પોલીસની ટીમ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે
બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસની ટીમ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. હાલ JCBની મદદથી ફસાયેલા મજૂરોને બહાર કાઢવામાં આવી રહ્યા છે.








