મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અયોધ્યામાં બાબરી ધ્વંશ બાદ પાટણમાં થયેલા કોમી હુલ્લડ કેસમાં 46 આરોપીઓ નિર્દોષ જાહેર

અયોધ્યામાં બાબરી ધ્વંશ પછી સિદ્ધપુરમાં હુલ્લડને મામલે બાબરી ધ્વંસના પ્રત્યાઘાતરૂપે સર્જાયેલા

અયોધ્યામાં બાબરી ધ્વંશ બાદ પાટણમાં થયેલા કોમી હુલ્લડ કેસમાં 46 આરોપીઓ નિર્દોષ જાહેર

અયોધ્યામાં બાબરી ધ્વંશ પછી સિદ્ધપુરમાં હુલ્લડને મામલે બાબરી ધ્વંસના પ્રત્યાઘાતરૂપે સર્જાયેલા 1992ના હુલ્લડ કેસમાં ચુકાદો આવ્યો છે. જેમાં સિધ્ધપુરમાં 33 વર્ષ અગાઉ થયેલ કોમી હુલ્લડના કેસના 46 આરોપીઓ નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે જે પૈકી 18 આરોપીઓ મૃત્યુ પામ્યા છે. પાટણ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટે 46 આરોપીઓ પૈકી હયાત 28ને પુરાવાના ભાવે નિર્દોષ જાહેર કર્યા છે.

આ પણ વાંચો : રાજ્યમાં ગેરકાયદેસર ધાર્મિક બાંધકામ મામલે આવ્યા મોટા સમાચાર, સરકાર વતી હાઈકોર્ટમાં રિપોર્ટ કરાયો રજુ

તે સમયે પાટણમાં સર્જાયેલા કોમી રમખાણોમાં ઋષિ તળાવ વિસ્તારમાંથી ટોળાએ રેલવે પોલીસ ફાટક પાસે કર્મચારી પર પથ્થરમારો કર્યો હતો. તેમજ 700 જેટલા માણસોના ટોળાએ પોલીસ લાઈન પર પણ પથ્થરમારો કર્યો હતો. આ મામલે સિદ્ધપુરના તત્કાલીન પી.આઈ એ.ડી. ચૌહાણે 46 લોકો સામે ગુનો દાખલ કર્યો હતો. સિધ્ધપુર કોર્ટમાં અઢી દાયકા સુધી કેસ ચાલ્યા બાદ વર્ષ 2018માં પાટણ સેશન કોર્ટમાં કેસ તબદીલ કરાયો હતો.

આ સમાચાર શેર કરો