SURAT : ઉમરપાડાના ઉમરગોટ ગામે આદર્શ નિવાસી કુમાર શાળામાં ભોજન બાદ 45 બાળકોને થયું ફૂડ પોઇઝનિંગ
Surat News : સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ઉમરગોટ ગામે આવેલી આદર્શ નિવાસી કુમાર શાળા

Surat News : સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ઉમરગોટ ગામે આવેલી આદર્શ નિવાસી કુમાર શાળામાં ભોજન બાદ 45 જેટલા બાળકોને ફૂડ પોઇઝનિંગ થયાની ઘટના ઘટી છે. આ તમામ બાળકોને સારવાર માટે આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યા છે.
આ અંગે મળતી માહિતી મુજબ ઉમરગોટ ગામે આવેલી આદર્શ નિવાસી કુમાર શાળામાં બાળકોએ ભોજનમાં રીંગણનું શાક અને દાળભાત આરોગ્ય બાદ થોડી કલાકોમાં તબિયત ખરાબ થવા લાગી હતી અને ઝાડા, ઉલ્ટી થવા લાગ્યા હતા.
આ તમામ બાળકોને નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા. ઘટનાની જાણ થતા ઉમરપાડા તાલુકા આરોગ્ય વિભાગની ટીમ પણ દોડી આવી હતી. આ તમામ બાળકોને સારવાર અપાયા બાદ સ્વસ્થ થતા તેમને આરોગ્ય કેન્દ્રમાંથી રજા આપવામાં આવી હતી.






