મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

KHEDA : માતરના રતનપુરમાં ઝાડા-ઉલ્ટીના 400 કેસ, 4ના મોત

Kheda News : ખેડા જિલ્લાના માતર તાલુકાના રતનપુર ગામમાં ઝાડા-ઉલ્ટીના 400 કેસ નોંધાતા આરોગ્ય વિભા

KHEDA : માતરના રતનપુરમાં ઝાડા-ઉલ્ટીના 400 કેસ, 4ના મોત

Kheda News : ખેડા જિલ્લાના માતર તાલુકાના રતનપુર ગામમાં ઝાડા-ઉલ્ટીના 400 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. અસરગ્રસ્તોને ખેડા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જો કે  ખેડા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી હતા રતનપુર પ્રાથમિક શાળામાં હોસ્પિટલ ઉભી કરાઈ છે અને દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે, અન્ય લોકોને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. 

રતનપુર ગામમાં ઝાડા-ઉલ્ટીના 400 કેસમાંથી અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયાના સમાચાર છે. ગામમાં આરોગ્ય વિભાગની 11 ટિમો દ્વવારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગામમાં રોગચાળો કયા કારણો સર ફેલાયો તેનું કારણ હજુ મળ્યું નથી.આરોગ્ય વિભાગનું કહેવું એવુ છે કે ગામમાં દુષિત પાણી પીવાથી આ રોગચાળો ફેલાયો છે.હાલ ગામમાં 10 ટેન્કરો દ્વારા પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.

રતનપુરના ગ્રામજનોનું કહેવું છે કે હાલ વહીવટદાર હોવાને કારણે ગામ લોકોની સમસ્યા પુરી થતી નથી. પાણીની સમસ્યા છેલ્લા ત્રણ દિવસથી યથાવત છે. 

જિલ્લા વિકાસ અધિકારી રતનપુર ગામમાં  બનેલ ઘટનાનો તાગ મેળવવા આવ્યાં ત્યારે તેમને પૂછતાં રતનપુરમાં  કોઈ વ્યક્તિનું ઝાડા-ઉલ્ટીથી મોત થયું નથી તેવું કહ્યું હતું. તેમને રતનપુરની  પરિસ્થિતિનો કોઈ ખ્યાલ ન હોવાનું દેખાઈ આવ્યું હતું.

આ સમાચાર શેર કરો