મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ખેડા: નીલગાય સાથે કારની ટક્કર, ગંભીર અકસ્માતમાં 4 યુવાનોના ઘટનાસ્થળે મોત

ગુજરાતના ખેડામાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ગુરૂવારે (16 જાન્યુઆરી) રાત્રે માર્ગ અકસ્માતમાં ચાર લોકોના

ખેડા: નીલગાય સાથે કારની ટક્કર, ગંભીર અકસ્માતમાં 4 યુવાનોના ઘટનાસ્થળે મોત

ગુજરાતના ખેડામાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ગુરૂવારે (16 જાન્યુઆરી) રાત્રે માર્ગ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. નીલગાય આડે આવતાં મહિસાગરના બાલાસોરના યુવકોની કાર પલટી જતાં ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર ચારેય યુવકના ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

શું હતી સમગ્ર ઘટના? 

મહીસાગરના બાલાસોરના ઓથવાડ ગામના ચાર યુવકો પોતાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટેનો મંડપ નક્કી કરવા જઈ રહ્યા હતાં.

આ પણ વાંચો: VIDEO: ઉનાની ગાયત્રી સ્કૂલમાં સિંહ આવી ચડ્યો, ગ્રાઉન્ડમાં વાછરડાનું કર્યું મારણ

 કારમાં બેઠેલાં ચારેય યુવકની ઘટનાસ્થળે જ મોત 

આ દરમિયાન વચ્ચે એકાએક નીલગાય આવી જતાં કાર ચાલકે પોતાનો કાબૂ ગુમાવ્યો અને કાર પલટી ગઈ. કાર એટલી ભયાનક રીતે પલટી કે, કારમાં બેઠેલાં ચારેય યુવકની ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.

આ સમાચાર શેર કરો