સુરેન્દ્રનગરમાં ફરજ પર ગંભીર બેદરકારીને પગલે 4 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરાયાં
સુરેન્દ્રનગરમાં 4 પોલીસ કર્મીઓને ફરજ પર અનિયમિતતા દાખવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગરના જિલ્લા પો

સુરેન્દ્રનગરમાં 4 પોલીસ કર્મીઓને ફરજ પર અનિયમિતતા દાખવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગરના જિલ્લા પોલીસવડાએ જેલમાં ગાર્ડ તરીકે ફરજ બજાવતા 4 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા છે. લીંબડી સબજેલમાં સરપ્રાઈઝ ચેકીંગ દરમિયાન જેલ પર ગાર્ડ તરીકે ફરજ નિભાવવા મુકેલા 4 પોલીસ કર્મીઓ હાજર ન મળી આવ્યા, જેથી આ ગંભીર બેદરકારીને પગલે તેમને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : આ રીતે 15 મિનિટમાં બનતું આયુષ્માન કાર્ડ, PMJAY કૌભાંડ મામલે ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં નવા ખુલાસા
લીંબડી સબજેલમાં ખુંખાર કેદીઓ કોઈ અસામાજિક પ્રવૃત્તિ ન કરે તે માટે ગાર્ડ મુકવામાં આવ્યા હતા. જ્યારે પોલીસ ગાર્ડ ચેકીંગ દરમ્યાન હાજર ન મળતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા. જેમાં નટવરભાઈ લાલજીભાઈ, વિરેન્દ્રસિંહ દિલાવરસિહ, હરપાલસિંહ સુખદેવસિંહ, વિરેન્દ્રસિંહ ઘનુભાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોતાની જવાબદારીપુર્ણ ફરજમાં ગંભીર બેદરકારી દાખવનાર પર કાર્યવાહી કરવામાં આવતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામ્યો છે.




