આ રીતે 15 મિનિટમાં બનતું આયુષ્માન કાર્ડ, PMJAY કૌભાંડ મામલે ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં નવા ખુલાસા

ખ્યાતિ હોસ્પિટલમાં બે લોકોની મોત બાદ સમગ્ર આયુષ્યમાન કૌભાંડનો પર્દાફાશ થયો હતો. સમગ્ર ઘટનાને લઈને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફોજદારી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, કેસની ગંભીરતાને જોતા આ કેસ ક્રાઇમ બ્રાન્ચને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. હાલ, ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર મામલે નવો ઘટસ્ફોટ કર્યો છે. જેમાં આરોપીઓ સરકારી વેબસાઇટની ટેક્નિકલ ખામીનો દુરૂપયોગ કરી બોગસ ડોક્યુમેન્ટના આધારે ગેરકાયદેસર આયુષ્યમાન કાર્ડ બનાવતા હોવાનો પર્દાફાશ થયો છે. સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચે 6 લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
PMJAY કૌભાંડ મામલે ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં નવા ખુલાસા સામે આવ્યા છે. સામાન્ય રીતે 48 થી 72 કલાકમાં PMJAY યોજનામાં ઓપરેશન મળવામાં સમય લાગે છે. પરંતુ ખ્યાતિ હોસ્પિટલને 10 થી 15 મિનિટમાં પરવાનગી કઈ રીતે મળી જતી હતી તેનો ખુલાસો તપાસ દરમિયાન સામે આવ્યો છે.
વડોદરામાં વેપારી પાસેથી અતિશય રુપિયા પડાવતી વ્યાજખોરની ગેંગ પોલીસને ઝબ્બે
ખ્યાતિમાં હોસ્પિટલમાં મેહુલ પટેલ નામનો માણસ PMJAY માટે કામ કરતો હતો. જેની તપાસમાં સામે આવ્યું કે કાર્તિક પટેલના કહેવાથી ચિરાગ રાજપૂત દ્વારા નિમેશ ડોડીયા મારફતે આયુષ્માન કાર્ડ કઢાવતો. જે 1500 રૂપિયામાં 15 મિનિટમાં આયુષ્માન કાર્ડ બનાવી આપતા હતા.
નિમેશની પૂછપરછ કરતાં સામે આવ્યું કે તે એથીકલ હેકર છે અને તે બેનિફિશ્યરીની વેબસાઇટમાં રહેલી ખામી બાબતે જાણકાર હોવાથી તે કાર્ડ બનાવી આપતો હતો. આ બાબતે JCP ક્રાઈમ બ્રાન્ચના શરદ સિંઘલે ટ્રાયલ કરાવતા નિમેશે 15 મિનિટમાં તેમનું આયુષ્માન કાર્ડ કાઢી આપ્યું.
આયુષ્માન ભારત કાર્ડ બનાવવાનો સરકારી કોન્ટ્રાક્ટ Enser Communication Pvt. LTD. નામની કંપની ધરાવે છે. તેને પણ આ સમગ્ર કૌભાંડમાં ફસાવવામાં આવી હતી. કંપનીના કર્મચારી નિખિલ પારેખે કથિત રીતે આરોપીઓને ગેરકાયદે લોગઇન ઓળખપત્રો પૂરા પાડ્યા હતા, જેનાથી તેમની દર મહિને 8,000-10,000 રૂપિયાની કમાણી થઈ હતી. આ ઓળખપત્રોનો અનધિકૃત E-KYC મંજૂરીઓ માટે દુરૂપયોગ કરવામાં આવ્યો હતો.
દાહોદમાં પૂર્વ સરપંચ અને તલાટીની મિલીભગતે આચર્યું લાખો રુપિયાનું કૌભાંડ
આરોપી પાસે વેબસાઈટનો ઍક્સેસ હોય છે તેથી તેઓ આ રીતે જેની પાસે આયુષ્માન કાર્ડ ન હોય અથવા જે લોકો પાત્રતા ન ધરાવતા હોય તેવા લોકોના પણ તેઓ કાર્ડ બનાવી આપતા હતા. જેમાં નિમેશ ડોડીયા, અસ્પાક શેખ, ઈમરાન હુસેન નામના આરોપીઓ કાર્ડ બનાવતા હતા. ટેલીગ્રામ અને વ્હોટસએપમાં ઘણા ગ્રુપમાં આ લોકો કામ કરતાં જેમાં આ ગ્રુપમાં પોતાનું આધારકાર્ડ મોકલો એટલે તરત આટલા રૂપિયામાં આયુષ્માન કાર્ડ બનશે તેવો મેસેજ કરતા હતા.
જે દર્દીઓને ખ્યાતિ હોસ્પિટલમાં ઓપરેશન કરાયા તેમાંથી અનેકના કાર્ડ આ રીતે બનાવવામાં આવ્યા હતા. છેલ્લા 5 મહિનામાં કુલ 3000 હજારથી વધુ આયુષ્માન કાર્ડ કાઢવામાં આવ્યા છે. જેમાંથી કેટલા સાચા અને કેટલા બોગસ તેની તપાસ કરવામાં આવશે.
છેલ્લી 2 રાતથી DCP ક્રાઈમ અને અમદાવાદના બે અને સુરતના એક સાયબર એક્સપર્ટ અને 3 ક્રાઈમની ટીમ આ તપાસમાં કામે લાગી હતી. હાલમાં અમદાવાદથી નિમેશ ડોડીયા, મોહમદ ફઝલની અને અસ્પાક શેખ, સુરતથી ઇમરાન હુસેન અને ભાવનગરથી ઈમ્તિયાઝ સહિત 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

