મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: પેટ્રોલિંગમાં ફરતી શી ટીમને દીધી બિભત્સ ગાળો, 4 શખ્સની અટકાયત

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી રાજ્યભરમાં અલગ અલગ સ્થાનો પર આતંક ફેલાવનારા અસામાજીક તત્વો પર ગુજરાત પોલ

અમદાવાદ: પેટ્રોલિંગમાં ફરતી શી ટીમને દીધી બિભત્સ ગાળો, 4 શખ્સની અટકાયત

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી રાજ્યભરમાં અલગ અલગ સ્થાનો પર આતંક ફેલાવનારા અસામાજીક તત્વો પર ગુજરાત પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. એવામાં અમદાવાદ શહેરમાંથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં પેટ્રોલિંગમાં નીકળેલી શી ટીમને કેટલાક શખ્સો દ્વારા હેરાનગતિ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : અમદાવાદમાં રેપિડો, ઓલા-ઉબેર બાઇક ટેક્સી એક મહિના માટે બંધ, જાણો શું છે કારણ

આનંદનગર પોલીસની પેટ્રોલિંગમાં નીકળેલી શી ટીમને ઇકો કારમાં સવાર 4 શખ્સો દ્વારા રોકવામાં આવી હતી. તેમજ તેમણે વારંવાર હોર્ન મારી બીભત્સ શબ્દો બોલી ફરજમાં રૂકાવટ ઊભી કરી હતી. અમદાવાદ શહેરના આનંદ નગર વિસ્તરના મકરબા ફાટક પાસે બન્યો આ સમગ્ર બનાવ બન્યો હતો. આરોપીઓની અટકાયત કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીઓમાં અભિષેક યાદવ, અર્જુન યાદવ, સંદીપ સેન અને સુનીલ યાદવ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો