મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સોનગઢ BSNLના સ્ટોર રૂમમાંથી 321 ઇલેક્ટ્રોનિક સર્કિટ પ્લેટની ચોરી કરનાર 4 ઝડપાયા

સોનગઢમાં તસ્કરો સરકારી કચેરીઓને નિશાને લેતા હોવાનું સામે આવ્યું હતું. દશેરા કો

સોનગઢ BSNLના સ્ટોર રૂમમાંથી 321 ઇલેક્ટ્રોનિક સર્કિટ પ્લેટની ચોરી કરનાર 4 ઝડપાયા

સોનગઢમાં તસ્કરો સરકારી કચેરીઓને નિશાને લેતા હોવાનું સામે આવ્યું હતું. દશેરા કોલોનીની પાસે આવેલ બીએસએનએલ ઓફિસમાંથી 50,100ની કિંમતની ઇલેક્ટ્રોનિક સર્કિટ પ્લેટની ચોરી થઈ હોવાની ઘટના નોંધાઇ હતી. આ બનાવમાં પ્લેટની ચોરી કરનાર અને ખરીદનારા મળી ચાર આરોપી દબોચી લીધા હતાં.

આરોપીએ કબૂલાત કરી

ચોરી થયેલી સર્કિટ પ્લેટ સુરતના મીઠી ખાડી લીંબાયતમાં રહેતો હસન કદીર સૈયદએ ખરીદી છે અને તેના ગોડાઉનમાં છે. બાતમીના આધારે પોલીસે ઉપરોક્ત ભંગારીયાને ત્યાં છાપો મારતાં આરોપીના કબ્જા માંથી 247 જેટલી ઇલેક્ટ્રોનિક સર્કિટ પ્લેટ કે જેની કિંમત 8,000 જેટલી થાય છે એ મળી આવી હતી. આરોપી હસનની પૂછપરછમાં આ પ્લેટ સોનગઢ ખાતે ભંગારનો ધંધો કરતો મુક્તારશા કાદિરશા ફકીર પાસે મેળવેલ હોવાની કબૂલાત આપી હતી.

મુદ્દામાલ કબ્જે કરાયો

સોનગઢથી ઝડપાયેલો ભંગારીયો મુક્તારશા કાદિરશા ફકીર સોનગઢમાં થતી ચોરીના માલનો મોટો ખરીદદાર છે. પહેલાં 2022 અને 2023માં પણ તેની સામે સોનગઢ પોલીસ મથકે ચોરી સંદર્ભે અને તેનો મુદ્દામાલ કબ્જે રાખવા બાબતે બે ગુના દાખલ થયાં હતાં આમ છતાં તે સુધરવાનું નામ લેતો નથી. સોનગઢ પોલીસ આ ભંગારીયા અને અન્ય આવા ગુનેગારો પર નજર રાખે એ જરૂરી છે.

આ સમાચાર શેર કરો