ગાંધીનગરના 4 વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરાયા, કેન્દ્રીય ગૃહ મંત્રીએ સમગ્ર મામલે કલેકટરને આપી સૂચના
એક તરફ છેલ્લા કેટલાક દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે ગાંધીનગરમાં કોલેરાનો કહેર જોવા મળ

એક તરફ છેલ્લા કેટલાક દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે ગાંધીનગરમાં કોલેરાનો કહેર જોવા મળી રહ્યો છે. પરિણામે કલેકટરે ચાર વિસ્તારને કોલેરા ગ્રસ્ત જાહેર કર્યા છે. તેમજ ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સમગ્ર મામલે માહિતી મેળવી છે.
એપેડેમિક ડિસિઝ એક્ટ અંતર્ગત જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
ગાંધીનગર જિલ્લા કલેકટરે કોલેરાગ્રસ્ત વિસ્તારો માટે એપેડેમિક ડિસિઝ એક્ટ અંતર્ગત જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. દહેગામના અર્બન એરિયા, ચિલોડા સિહોલી જીઈબી રોડથી છાપરા, કલોલના રામદેવપુરા વાસ, ગાયનો ટેકરા વિસ્તાર તેમજ પેથાપુરમાં નવા વણકર વાસ આંબેડકર હોલ આસપાસના બે કિલોમીટરનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કર્યો છે. આ વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરતા ઉપરોક્ત વિસ્તારોના લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
આરોગ્ય ચકાસણીની 20થી વધુ ટીમ કાર્યરત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સમગ્ર મામલે માહિતી મેળવી છે. અસરગ્રસ્તોને યોગ્ય સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા પણ સ્થાનિક તંત્રને નિર્દેશ આપ્યા છે. આરોગ્ય ચકાસણીની 20થી વધુ ટીમ કાર્યરત છે.






