મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: GST કૌભાંડ મામલે 4 આરોપીઓને રજુ કરાશે કોર્ટમાં, ક્રાઈમબ્રાન્ચે 13 ઠેકાણા પર પાડ્યા દરોડા

અમદાવાદમાં GST સબંધીત ખોટા દસ્તાવેજ તથા ગેરકાયદેસર નાણાકીય લેવડ દેવડ બાબતે થયેલી ફરિયાદ મામ

અમદાવાદ: GST કૌભાંડ મામલે  4 આરોપીઓને રજુ કરાશે કોર્ટમાં, ક્રાઈમબ્રાન્ચે 13 ઠેકાણા પર પાડ્યા દરોડા

અમદાવાદમાં  GST સબંધીત ખોટા દસ્તાવેજ તથા ગેરકાયદેસર નાણાકીય લેવડ દેવડ બાબતે થયેલી ફરિયાદ મામલે ક્રાઇમ બ્રાન્ચે 13 કંપનીઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધી છે.  ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ અલગ અલગ 13 ઠેકાણા પર દરોડા પાડ્યા હતા. 13 કંપનીઓમાં ગેરકાયદેસર નાણાકીય લેવડ દેવડ તથા ખોટા નામ સરનામાં પણ તપાસમાં સામે આવ્યું. 

ઝડપાયેલા આરોપીઓ

એઝાજ ઉર્ફે માલદાર
અબ્દુલકાર ઉર્ફે બાપુ કાદરી
મહેશદાન લાંગા
જ્યોતિષ ગોંડલિયા

પકડાયેલ આરોપીઓને પોલીસ વધુ રીમાન્ડ માટે કોર્ટ સમક્ષ રજુ કરશે. 13 કંપનીઓએ 200 કંપનીઓ સાથે નાણાકીય વ્યવહાર પણ કર્યા હોવાનું સામે આવ્યું છે.

 4 શખ્સોની અટકાયત કરવામાં આવી

આ કેસમાં સંડોવાયેલા 4 શખ્સોની અટકાયત કરવામાં આવી છે. પોલીસે ગંભીર આરોપ લગાવ્યો છે કે GST  ડિપાર્ટમેન્ટમાં  ખોટા બિલો જમા કરાવવામાં આવ્યાં હતાં. આ બિલો દ્વારા ઇનપુટ ટૅક્સ ક્રૅડિટ મેળવવા આરોપીએ શેલ કંપનીઓ ઉભી કરી હતી, દેશની અર્થવ્યવસ્થાને કરોડોનું નુકસાન પહોંચાડવાનો ગુનો કર્યો છે.

આ સમાચાર શેર કરો