AHMEDABAD : 10 માસની બાળકીનું અપહરણ કરનાર 4 આરોપીઓની ધરપકડ, જાણો શું કામ આવું કર્યું
Ahmedabad News : અમદાવાદ શહેરમાં કાલુપુર રેલ્વે સ્ટેશન પાસેના વિસ્તારમાંથી એક 10 માસની બાળકીનું અપહરણ થત

Ahmedabad News : અમદાવાદ શહેરમાં કાલુપુર રેલ્વે સ્ટેશન પાસેના વિસ્તારમાંથી એક 10 માસની બાળકીનું અપહરણ થતાં આ મામલે શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે આ મામલે તપાસ અને કાર્યવાહી કરતાં 10 માસની બાળકીનું અપહરણ કરનાર એક યુવક, તેની બે પત્ની અને અન્ય એક યુવક એમ કુલ 4 આરોપીઓની ધરપકડ કરી છે.
સંતાન ન હોવાથી કર્યું હતું અપહરણ
આ ઘટનામાં પોલીસે રાહુલ નામના યુવક, તેની બે પત્ની અને પૂનમ નામના અન્ય યુવકની ધરપકડ કરી છે. પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે તપાસ કરીને તમામને ઝડપી પાડયા છે. આરોપીઓની પૂછપરછ કરતાં તેમણે કહ્યું કે પોતાને સંતાન ન હોવાથી અને બાળકીની માતા બાળકીને યોગ્ય રીતે ન રાખતી હોવાથી બાળકીનું અપહરણ કર્યું હતું.
પોલીસે આ તમામ આરોપીઓ વિરુદ્ધ અપહરણ સહિતની કલમો હેઠળ કાર્યવાહી કરી છે.






