મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : ઉપરવાસમાં ભારે વરસાદ, કરજણ ડેમના બે દરવાજા ખોલીને 30 હજાર ક્યુસેક પાણી છોડાયું

Karajan Dam : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા કરજણ ડેમના બે દરવાજા ખોલીને 30 હજ

VIDEO : ઉપરવાસમાં ભારે વરસાદ, કરજણ ડેમના બે દરવાજા ખોલીને 30 હજાર ક્યુસેક પાણી છોડાયું

Karajan Dam : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા કરજણ ડેમના બે દરવાજા ખોલીને 30 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે, તેમજ કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ચોમાસા દરમિયાન ડેમનું રુલ લેવલ જાળવી રાખવા માટે ડેમના બે દરવાજા 2.80 મીટર ખોલવામાં આવ્યા છે.  

ઉપરવાસમાં વરસેલા વરસાદથી કરજણ ડેમમાં હાલ અંદાજે 22 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. તેમજ એક લાખ 84 હજાર 400 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. નાંદોદ તાલુકામાં આવેલા કરજણ ડેમની પુર્ણ સપાટી 115.25 મીટર છે અને ડેમની હાલની સપાટી 105.72 મીટરે  પહોંચી છે. ડેમ હાલમાં 59.99 ટકા જળરાશિથી ભરેલો છે. 

કરજણ ડેમમાંથી છોડવામાં આવી રહેલા પાણીના કારણે રાજપીપલા, ભદામ, ભચરવાડા, હજરપુરા, ધાનપોર અને ધમણાચાના નાગરિકોને સચેત રહેવા જણાવાયું છે.

આ સમાચાર શેર કરો