વાંકાનેરના 13 વર્ષીય યુવા ફૂટબોલ ખેલાડીનું હાર્ટ એટેકમાં નિધન, મહેસાણામાં રમતી વખતે બની કરુણ ઘટના
મોરબી જિલ્લાના વાંકાનેરમાં એક અત્યંત કરુણ અને આઘાતજનક ઘટના સામે આવી છે. રાજ્ય કક્ષાએ રમ

મોરબી જિલ્લાના વાંકાનેરમાં એક અત્યંત કરુણ અને આઘાતજનક ઘટના સામે આવી છે. રાજ્ય કક્ષાએ રમી ચૂકેલા 13 વર્ષીય યુવા ફૂટબોલ ખેલાડીનું હૃદયરોગના હુમલાના કારણે મોત થયું છે. મૃતક વિદ્યાર્થીનું નામ જૈમિલ ગૌતમ કણસાગરા છે. જૈમિલ મહેસાણાની તપોવન ઇન્ટરનેશનલ ઇંગ્લીશ સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતો હતો અને ફૂટબોલનો એક હોશિયાર ખેલાડી હતો.
ફૂટબોલ રમતી વખતે આવ્યો એટેક
આ દુઃખદ ઘટના ગઈકાલે મંગળવારે સાંજે મહેસાણાની ખાનગી શાળામાં બની હતી. જૈમિલ શાળાના અન્ય વિદ્યાર્થીઓ સાથે ફૂટબોલ રમી રહ્યો હતો, તે દરમિયાન અચાનક તેને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. તાત્કાલિક સારવાર માટેના પ્રયાસો છતાં, 13 વર્ષીય યુવા ખેલાડીનું કરુણ નિધન થયું હતું. આ ઘટનાએ ફરી એકવાર યુવાનો અને બાળકોમાં વધી રહેલા હૃદય સંબંધિત સ્વાસ્થ્યના પ્રશ્નો પર ચિંતા વ્યક્ત કરી છે





