RAJKOT : એપાર્ટમેન્ટની લિફ્ટ માથે પડતા 3 વર્ષની બાળકીનું મોત
Rajkot News : રાજકોટમાં એક કરૂણ ઘટના ઘટી છે, જેમાં એપાર્ટમેન્ટની લિફ્ટ માથે પડતા 3 વર્ષની બાળકીનું મોત થયું છે. કુમળા

Rajkot News : રાજકોટમાં એક કરૂણ ઘટના ઘટી છે, જેમાં એપાર્ટમેન્ટની લિફ્ટ માથે પડતા 3 વર્ષની બાળકીનું મોત થયું છે. કુમળા ફૂલ જેવી બાળકીનું મોત થતા પરિવાર માથે આભ તૂટી પડ્યું છે.
આ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ પંચાયત ચોકમાં આવેલ હેવલોક એપાર્ટમેન્ટમાં પાર્કિંગના ભાગમાં લિફ્ટનો દરવાજો ખુલ્લો હતો. આ સમય દરમિયાન આ બાળકી લિફ્ટની જગ્યામાં અંદર પ્રવેશી ગઈ હતી અને લિફ્ટ નીચે આવી જતા બાળકીનું દબાઈ જવાથી મોત થયું હતું.
3 વર્ષની આ બાળકીનું નામ મેરીના વિક્રમભાઈ કાર્કી હોવાનું જાણવા મળ્યું છે. બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે.






