મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: ગટરલાઇન માટે ખોદેલા ખાડામાં પડતાં બાળકીનું મોત, પોલીસે ફરિયાદ ન નોંધ્યાનો આક્ષેપ

ગુજરાતમાં હાલ લોકો નવરાત્રિનો તહેવાર ઉજવી રહ્યાં છે. ત્યારે તંત્રના પાપે અમદાવાદના વટવામાં રહેતાં એક પરિવા

અમદાવાદ: ગટરલાઇન માટે ખોદેલા ખાડામાં પડતાં બાળકીનું મોત, પોલીસે ફરિયાદ ન નોંધ્યાનો આક્ષેપ

ગુજરાતમાં હાલ લોકો નવરાત્રિનો તહેવાર ઉજવી રહ્યાં છે. ત્યારે તંત્રના પાપે અમદાવાદના વટવામાં રહેતાં એક પરિવાર માટે તહેવાર માતમાં ફેરવાઈ ગયો છે. વટવામાં ઘણાં સમયથી ચાલતા ગટરલાઇનનાં ખોદકામમાં 3 વર્ષની બાળકી ખાબકતાં તેનું મોત નિપજ્યું છે.

કોન્ટ્રાક્ટર અને કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓ સામે ગંભીર આરોપ લગાવ્યા

પરિવારે સ્થાનિક પોલીસમાં કોન્ટ્રાક્ટર અને કોર્પોરેશનના જવાબદાર અને ભ્રષ્ટ અધિકારીઓ સામે ગંભીર આક્ષેપ કરતાં ફરિયાદ નોંધાવા ગયાં તો પોલીસે પણ ફરિયાદ ન નોંધી.

 બાળકી રમતા-રમતા 10 ફૂટ ઊંડા ખાડામાં પડી ગઈ

અમદાવાદમાં ફૂલ જેવી બાળકી કોન્ટ્રાક્ટર અને તંત્રના પાપે મોતને ભેટી છે. છેલ્લાં ઘણાં સમયથી મૃતક બાળકીના ઘરે ખોદકામ ચાલી રહ્યું હતું. જેના કારણે 10 ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો. આ વિશે અનેકવાર રજૂઆત છતાં કામગીરી પૂર્ણ કરી ખાડો પૂરાયો ન હતો. જોકે, આ દરમિયાન 3 વર્ષની બાળકી રમતા-રમતા આ 10 ફૂટ ઊંડા ખાડામાં પડી ગઈ હતી, જેના કારણે તેનું મોત નિપજ્યું હતું.

AMC અધિકારી પર ગંભીર આરોપ

સમગ્ર ઘટના બાદ પીડિત પરિવાર પોલીસ સ્ટેશનમાં જવાબદાર કોન્ટ્રાક્ટર ઝાકીર સામે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતાં, પરંતુ PI અને અન્ય પોલીસકર્મીઓએ ઝાકીર સામે આરોપી તરીકે ફરિયાદ નોંધી નહીં અને પરિવારને ગાળો ભાંડી હતી. આ સિવાય કોઈ કાર્યવાહી પણ કરી ન હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે.

આ સમાચાર શેર કરો