સુરેન્દ્રનગર: SMC PSI પઠાણના મોતનો મામલો: અમદાવાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચની 3 ટીમો કરશે તપાસ
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા-પાટડી માર્ગ ઉપર દારૂ ભરેલી શંકાસ્પદ ગાડી પકડવા જતા સ્ટેટ મોનીટરીંગ સેલ

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા-પાટડી માર્ગ ઉપર દારૂ ભરેલી શંકાસ્પદ ગાડી પકડવા જતા સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC)ના PSI જે.એમ.પઠાણનું માર્ગ અકસ્માતમાં મોત નિપજ્યું હતું. આ સમગ્ર મામાલો સુરેન્દ્રનગર પોલીસથી આંચકી લઈને અમદાવાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો છે.
આ પણ વાંચો: અમદાવાદ: Sorry My Family... લખી યુવકનો આપઘાત, 'હું અને મારા પપ્પા બેકસુર છીએ'
અમદાવાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ત્રણ ટીમો કરશે તપાસ
SMCના PSI જે.એમ.પઠાણના મોતના રહસ્યનો ઝડપથી ઉકેલ આવે તે માટે અમદાવાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ત્રણ ટીમો કામે લાગી છે. આ ટીમના અધિકારીઓ સમગ્ર મામલાની તપાસ ઝીણવટપૂર્વક તપાસ શરૂ કરી છે.
હાઇવે પરના CCTV કેમેરાના ફૂટેજ થશે ચેક
પ્રથમ તબક્કામાં હાઇવે પરના CCTV કેમેરાના ફૂટેજ ચેક કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે દારૂ ભરેલી કારને PSI જે.એમ.પઠાણ પોતાની કાર દ્વારા રોકવા જઈ રહ્યા હતા, તે કાર અને ટ્રેલર હજુ સુધી પોલીસના રડારની બહાર છે. અકસ્માતમાં જે વાહનોનો વપરાશ થયો હતો તે રાજસ્થાનના હોવાની હાલ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
PSIનું ટ્રેલરથી ટક્કર વાગતા મોત
સ્ટેટ મોનિટરિંગ સેલમાં ફરજ બજવતા PSI જાવેદ પઠાણના મૃત્યુ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલના SP નિરલિપ્ત રાયે નિવેદન આપતા કહ્યું કે 4 નવેમ્બરના રોજ PSI પઠાણને બાતમી મળી હતી કે સુરેન્દ્રનગરમાં દારૂની હેરાફેરી થવાની છે અને 4 ખાનગી માણસોને લઈને રેડ કરવા માટે ગયા હતા. SMCની એક ટીમ રેકી કરતી હતી, જ્યારે બીજી ટીમ વાહનોની ચેકિંગ કરતી હતી. દારૂ ભરેલી ગાડી નીકળે તો તેને અટકાવવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ તે દરમિયાન PSIનું ટ્રેલરથી ટક્કર વાગતા મોત થયું હતું.






