Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Suicide of youth in Ranip

અમદાવાદ: Sorry My Family... લખી યુવકનો આપઘાત, 'હું અને મારા પપ્પા બેકસુર છીએ'

Timeછેલ્લું અપડેટ : 09 Nov 2024
લાઇવ ટીવીGoogle News
અમદાવાદ:  Sorry My Family... લખી યુવકનો આપઘાત, 'હું અને મારા પપ્પા બેકસુર છીએ'

અમદાવાદમાં બુટલેગરના ત્રાસથી રાણીપના એક યુવકે આપઘાત કર્યો છે. યુવકે આપઘાત કરતાં પહેલા સુસાઇડ  નોટ લખી છે. આ અંગે રાણીપ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

App Store

મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના રાણીપ કાળીગામ પાસે હાઉસિંગ બોર્ડમાં રહેતા ચિરાગ રાઠોડે બુટલેગરના ત્રાસથી રાણીપ જીએસટી ફાટક રેલવે ક્રોસિંગ પાસે ટ્રેન નીચે પડતુ મૂકીને આપઘાત કર્યો હતો.  

આ પણ વાંચો: અમદાવાદ/ રામોલ તોડકાંડ મામલે એક હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ, અન્ય જવાબદારો સામે કાર્યવાહી ક્યારે?

'બીજો કોઈ રસ્તો નથી...'

યુવકે સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, 'હું અને મારા પપ્પા બેકસુર છીએ. Sorry My Family. હું તમને છોડીને જાવ છું, પણ હું પોતાને અને મારી ફેમિલીને બેકસુર સાબિત કરવા માટે બીજો કોઈ રસ્તો નથી. માટે આ કરવું પડે છે.'