સુરેન્દ્રનગર: ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં વધુ 3 મજૂરોના મોત, 4 દિવસમાં કુલ 6 મોતને ભેટ્યા
સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર કાર્બોસેલની ખાણ ચલાવતા ખનીજ માફિયાઓ મજૂરોના મોતના સ

સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર કાર્બોસેલની ખાણ ચલાવતા ખનીજ માફિયાઓ મજૂરોના મોતના સોદાગરો બન્યા છે. ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં વધુ ત્રણ મજૂરો મોતને ભેટ્યા છે. આમ 4 દિવસમાં કુલ 6 મજૂરોના મોત નિપજ્યા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના થાનના જામવાડી વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતી કાર્બોસેલની ખાણમાં 300 ફૂટ ઊંડે ભેખડ ધસી પડતા ત્રણ મજૂરો જીવતા દટાઈ ગયા હતા. બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. મૃતદેહની શોધખોળ કરી રહી છે.
13 જુલાઈના રોજ 3 મજૂરોના મોત થયા હતા
સુરેન્દ્રનગરના ભેટ ગામે ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં 13 જુલાઈના રોજ 3 મજૂરોના મોત થયા હતા. આ મામલે પોલીસ તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો હતો. ગેરકાયદેસર કોર્બોસેલની ખાણો ભાજપના આગેવાનો અને ચૂંટાયેલા મુળી તાલુકાના હોદેદારોની હોવાનું બહાર આવ્યું હતું. જે બાદ પોલીસે મૂળી તાલુકા પંચાયત કારોબારી ચેરમેન કલ્પેશ પરમાર, જિલ્લા પંચાયતના સભ્યના પતિ ખીમજી સહિત 4 લોકો સામે મુળી પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં કર્યો હતો.






