મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

SURENDRANAGAR : ભેટ ગામે ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં 3 મજૂરોના મોત

Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર કાર્બોસેલની ખાણ ચલાવતા ખનીજ માફિયાઓ મ

SURENDRANAGAR : ભેટ ગામે ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં 3 મજૂરોના મોત

Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર કાર્બોસેલની ખાણ ચલાવતા ખનીજ માફિયાઓ મજૂરોના મોતના સોદાગરો બન્યા છે. ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં વધુ ત્રણ મજૂરો મોતને ભેટ્યા છે. 

સુરેન્દ્રનગર જિલ્લાના ભેટ ગામે ચાલતી ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં મજૂરો 200 ફુટ ઊંડે ખોદકામ કરતા હતા ત્યારે દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં ત્રણેય મજૂરોના મોત થયા છે. 

ગેરકાયદેસર કાર્બોસેલની ખાણ ચલાવતા ખનીજ માફિયાઓએ આ ત્રણેય મજૂરોના મૃતદેહને બહાર કાઢી  મૃતદેહોને સગેવગે કરવાનું કાવતરું રચ્યું હોવાની પણ માહિતી મળી રહી છે. 

3 મજૂરોના મોતની ઘટનાની જાણ થતા પોલીસ તેમજ ખાણ ખનીજ વિભાગના કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી ગયા છે. 

આ સમાચાર શેર કરો