મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મહેસાણા-અમદાવાદ હાઇવે પર કારનું ટાયર ફાટતા વૃદ્ધ દંપતી અને પૌત્રનું મોત

મહેસાણા- અમદાવાદ હાઈવે પર ઇકો ગાડીનું ટાયર ફાટતા એક જ પરિવારના ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. બીજ

મહેસાણા-અમદાવાદ હાઇવે પર કારનું ટાયર ફાટતા વૃદ્ધ દંપતી અને પૌત્રનું મોત

મહેસાણા- અમદાવાદ હાઈવે પર ઇકો ગાડીનું ટાયર ફાટતા એક જ પરિવારના ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. 

મીનાવાડા દર્શન કરવા જતા નડ્યો અકસ્માત

પ્રાપ્ત માહિતી પ્રમાણે પાટણથી મીનાવાડા દર્શન કરવા જઈ રહેલા પરિવારને મહેસાણા- અમદાવાદ હાઈવે પર જગુદણ ચોકડી નજીક અચાનક ટાયર ફાટતા ઇકો પલટી ગઇ હતી. અકસ્માતમાં દાદા-દાદી અને પૌત્રનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. જ્યારે કારમા સવાર ડ્રાઈવર સહિત અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે.  જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 

અકસ્માતના ઘટનાસ્થળે ટોળું એકઠું થઈ ગયું હતું. બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ પહોંચી ગઈ હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૃતકના નામ

જગદીશભાઈ પરસોત્તમભાઈ જોશી(ઉંમર 70 વર્ષ)

સંતોશબેન જગદીશભાઈ જોષી (ઉંમર 70 વર્ષ)

જોશી ધીરજ અનિલકુમાર - પૌત્ર (ઉંમર 3 વર્ષ)

આ સમાચાર શેર કરો