મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગોઝારો રવિવાર: રાજ્યમાં ત્રણ અલગ અલગ માર્ગ અકસ્માતમાં 3ના મોત અને 5 ઘાયલ

રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો જોવા મળ્યો હતો. આજે રાજ્યનાં ત્રણ અલગ અલગ અકસ્મા

ગોઝારો રવિવાર: રાજ્યમાં ત્રણ અલગ અલગ માર્ગ અકસ્માતમાં 3ના મોત અને 5 ઘાયલ

રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો જોવા મળ્યો હતો. આજે રાજ્યનાં ત્રણ અલગ અલગ અકસ્માતમાં 3ના મોત નિપજ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગરના વઢવાણમાં, સોમનાથ નેશનલ હાઈવે પર અને ધંધુકા-રાણપુર હાઈવે પર આ અકસ્માતો સર્જાયા હતા.

વઢવાણમાં હિટએન્ડ રનની ઘટના

સુરેન્દ્રનગરના વઢવાણમાં હિટ એન્ડ રનની ઘટનામાં યુવકનું મોત થયું હતું. ડમ્પર ચાલકે ચાલીને જતા રાહદારીઓને અડફેટે લીધા હતા.અજાણ્યા યુવકનું ડમ્પર હડફેટે લેતા મોત થતા‌ વઢવાણ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. 

સોમનાથ હાઈવે પર કારને નડ્યો અકસ્માત

સોમનાથ નેશનલ હાઇવે પર તળાજા નજીકના રાજપરા ગામે એક ગંભીર માર્ગ અકસ્માત થયો હતો. કાર અચાનક અંકુશ બહાર જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. 

ધંધુકા હાઈવે પર બસ અને કાર વચ્ચે અકસ્માત

ધંધુકા- રાણપુર રોડ પર આવેલા નાગનેશ ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં ઘટનાસ્થળે એક મહિલાનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 4 ઘાયલ થયા હતા, જોકે 2ની હાલ અત્યંત ગંભીર હતી. છે. કારમાં સવાર પાંચ વ્યક્તિઓ નાગનેશ ગામના હોવાનું જાણવા મળ્યું છે.આ અકસ્માતમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે ધંધુકાની RMS  હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.ઘરે લગ્ન પ્રસંગ હોવાથી વરરાજાના મમ્મી બ્યુટી પાર્લર પર ગયા હતા.બ્યુટી પાર્લર પરથી પરત ફરતી વખતે અકસ્માત નડ્યો હતો.

આ સમાચાર શેર કરો