સુરતમાં ઈ-બાઇકનો પ્લાન્ટમાં ભાગીદાર બનાવવાની લાલચે 2.97 કરોડની છેતરપિંડી
આજકાલ ઈ-વ્હિકલની ડિમાન્ડ ભારે છે.ત્યારે ઈ-બાઈકની ફેકટરી શરૂ કરી તેમાં ભાગીદાર બનાવવા

આજકાલ ઈ-વ્હિકલની ડિમાન્ડ ભારે છે.ત્યારે ઈ-બાઈકની ફેકટરી શરૂ કરી તેમાં ભાગીદાર બનાવવાની લાલચ આપીને છેતરપિંડી આચરવામાં આવી હતી. મહાઠગે માત્ર કાગળ પર જ ડિરેક્ટર તથા ભાગીદાર બનાવ્યો હતો. બાદમાં 2.97 કરોડ ઉસેટી લીધા હતાં. બાદમાં પ્લાન્ટ બંધ કરી નાસી ગયો હતો.
વિશ્વાસ જીતીને ઠગાઈ
વેસુમાં રહેતા રાજેશ કુંદનલાલ નિવૃત્ત જીવન જીવી રહ્યા છે. તેમની સાથે આરોપી મનીષ મનવીંદરસીંગ યુગ પિતા સાથે તેમના મકાનમાં ભાડેથી રહેતા હતા. જેથી, રાજેશને આરોપીઓ સાથે ઓળખાણ સારી રીતે હતી. રાજેશને આરોપીઓ કહ્યુ કે, તેઓ દિલ્હી ખાતે ઈલેક્ટ્રીક વ્હિકલ બનાવવાની એપોનીક્સ લેબ્સ પ્રા.લી. કંપની ચલાવીએ છીએ. જેથી, આરોપીઓએ ફરીયાદીને સુરત ખાતે ઇ-બાઇકનો પ્લાન્ટ શરૂ કરવા માટે જણાવી તે પ્લાન્ટમાં રાજેશના દીકરાને ડિરેકટર તથા ભાગીદાર બનાવવાની લાલચ આપી હતી.
ઊંચા વ્યાજની લાલચ
નવી કંપનીમાં રોકાણ કરવા જણાવી અને તે રોકાણ ઉપર દર વર્ષે 8 ટકા વ્યાજની લાલચ તથા 20 ટકા શેર હોલ્ડર તરીકે રાજેશના પુત્રને બનાવવાની લોભામણી લાલચ આપી. આરોપીઓએ એપોનીક્સ પ્રા.લી. કંપનીની સુરત ખાતે ઈ.વી. પ્રા.લિ. સ્થાપવા માટે રાજેશ પાસેથી બેન્ક મારફતે કુલ રૂપિયા 2 કરોડ 97 લાખ મેળવી લઈ સુરત ખાતે ઈલેક્ટ્રીક વ્હીકલનો ઈ.વી. પ્લાન્ટ સ્થાપના કરી અને તે પ્લાન્ટમાં રાજેશના પુત્ર દીક્ષાંત લાલને ડિરેક્ટર પદ આપવાનો વિશ્વાસ અને ભરોસો આપી અને બાદમા રાજેશના પુત્ર દીક્ષાંતલાલને ડીરેક્ટર બનાવ્યો હતો. પરંતુ કોઈ સત્તા કે અધિકાર આપ્યા નહોતા. તથા કંપનીનો પલાન્ટ પણ બંધ કરી દઈ 2.97 કરોડની છેતરપિંડી કરી હતી.








