સુરતમાં બિનવારસી મૃતકોના કરાયા શ્રાદ્ધ, શાસ્ત્રોક્ત વિધિથી 271 હુતાત્માનું કરાયું તર્પણ
હાલ શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યું છે. ત્યારે મૃતકોની યાદમાં દર વર્ષે લોકો શ્રાદ્ધ પર્વમાં તેમના પિતૃઓને

હાલ શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યું છે. ત્યારે મૃતકોની યાદમાં દર વર્ષે લોકો શ્રાદ્ધ પર્વમાં તેમના પિતૃઓને તર્પણ કરતાં હોય છે. ત્યારે જેમના કોઈ ન હોય તેવા બિનવારસી મૃતદેહોના શ્રાદ્ધ સુરતમાં કરવામાં આવ્યા હતાં. બિનવારસી મૃતદેહો મળી આવ્યા હોય તેવા લોકોને પણ યાદ કરીને તેમના શ્રાદ્ધ સુરતની સેવાકીય સંસ્થા દ્વારા કરવામાં આવ્યાં હતાં.
વૈદ્યરાજ ઓવારા ખાતે શ્રાદ્ધ
સુરતની સેવાકીય સંસ્થા દ્વારા બિનવારસી મૃતકો માટે તર્પણ વિધિ કરવામાં આવી હતી. અગ્નિદાહ સેવાકીય સંસ્થા દ્વારા બિનવારસી મૃતકોની આત્માની શાંતિ માટે તર્પણ વિધિ કરાઈ હતી. શ્રાદ્ધ પક્ષમાં અગ્નિદાહ સેવાકીય સંસ્થા દ્વારા 271 બિનવારસી મૃતકો માટે તર્પણવિધિ કરાઈ હતી. અશ્વની કુમાર વૈદ્યરાજ ઓવારા ખાતે શ્રાદ્ધ પક્ષ નિમિત્તે તર્પણ વિધિ કરવામાં આવી હતી.
24 વર્ષથી ચાલે છે કાર્ય
વેણીલાલ મારવાલાએ કહ્યું કે, હિન્દૂ શાસ્ત્રોક્ત વિધિથી બિનવારસી મૃતકો માટે શ્રાદ્ધ કરાયું હતું. આ સંસ્થા વિના મુલ્યે છેલ્લા 24 વર્ષથી નાતજાતના ભેદભાવ વિના બિનવારસી મૃતકો અંતિમ સંસ્કાર કરે છે. સાથે જ જાણ્યા અજાણ્યા મૃતદેહોના તર્પણ માટે પણ કામ કરવામાં આવે છે.








