VIDEO: દાહોદના લીમખેડાના ચીલાકોટા ગામમાં 25થી મકાન ભયાનક આગમાં બળીને ખાખ, 3 પશુઓ જીવતા ભડથું
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ગત રોજ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. દાહોદ જિલ્લ
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ગત રોજ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ચીલાકોટા ગામના મેડા ફળિયામાં ભારે પવન અને વાવાઝોડા આવ્યુ હતું. વાવાઝોડાના કારણે આકસ્મિક રીતે લાગેલી આગે 25થી વધુ મકાનોને ચપેટમાં લઈ લીધા હતા. આગ ઝડપથી ફેલાતાં નોંધપાત્ર નુકસાન થયું, જેમાં 2-3 પશુઓ જીવતા ભડથું થયા હતા.
માનવ જાનહાનિ ટળી
સદનસીબે, માનવ જાનહાનિ ટળી હતી.દાહોદ ફાયર વિભાગે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા. અસરગ્રસ્ત પરિવારો માટે પ્રાથમિક શાળામાં રહેવા-જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
25થી વધુ મકાનો બળીને ખાખ
જિલ્લા પંચાયત પ્રમુખ કરણ ડામોર અને સ્થાનિકોએ ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું છે. SDM સાથેની ચર્ચા મુજબ, આગથી ખાક થયેલા મકાનોના પરિવારોને હાલ પ્રાથમિક શાળામાં આશરો આપવામાં આવ્યો છે.






