મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

2008 અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ અહેમદ બાવાની ફાંસીની સજા પર સુપ્રીમ કોર્ટનો સ્ટે, કાનૂની આધારો પર સુનાવણી કરશે

2008 Ahmedabad serial blasts case Supreme Court stays death sentence of Ahmed Bawani, to hear on legal grounds | વર્ષ 2008માં અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ કેસમાં

2008  અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ અહેમદ બાવાની ફાંસીની સજા પર સુપ્રીમ કોર્ટનો સ્ટે, કાનૂની આધારો પર સુનાવણી કરશે
આ સમાચાર સાંભળો

વર્ષ 2008માં અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ કેસમાં સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય લીધો છે. કોર્ટે મૃત્યુદંડની સજા પામેલા દોષિત અહેમદ બાવા ઉર્ફે અબ્બુ અબુબકર બરેલવીની અરજી પર રાજ્ય સરકારને નોટિસ જાહેર કરીને જવાબ માગ્યો છે. આ ઉપરાંત તેની ફાંસીની સજાના અમલ પર રોક (સ્ટે) લગાવી દીધી છે. અહેમદ બાવાએ ગુજરાત હાઈકોર્ટ દ્વારા તેને દોષિત ઠેરવવા અને ફાંસીની સજા બહાલ રાખવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.

સુપ્રીમ કોર્ટ કાનૂની આધારો પર સુનાવણી કરશે

જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ સંદીપ મહેતા અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની ખંડપીઠે આ મામલે સુનાવણી હાથ ધરી હતી. સુનાવણી દરમિયાન દોષિતના વકીલે દલીલ કરી હતી કે અરજદારને માત્ર કાવતરાના આધારે જ દોષિત ઠેરવવામાં આવ્યો છે. આ દલીલો ધ્યાને લઈ સુપ્રીમ કોર્ટે આ કેસમાં ગુજરાત સરકારને નોટિસ જાહેર કરીને ફાંસી પર રોક લગાવી દીધી. આ સુનાવણી દરમિયાન કેસ સંબંધિત દસ્તાવેજોના અનુવાદનો વિષય પણ સામે આવ્યો હતો. બચાવ પક્ષના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે ટ્રાયલ કોર્ટના મોટાભાગના દસ્તાવેજો સ્થાનિક ભાષામાં છે. તેથી ગુજરાત હાઈકોર્ટના નિર્ણય અને સંબંધિત કાગળોનો અનુવાદ પૂરો પાડવા માટે પણ અલગથી અરજી દાખલ કરવામાં આવી છે.

38 દોષિતોની ફાંસીની સજા

ઉલ્લખનીય છે કે, અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં સાતમી જુલાઈએ 2026ના રોજ ગુજરાત હાઇકોર્ટે દેશનો સૌથી મોટો અને ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. હાઇકોર્ટે વર્ષ 2022માં સ્પેશિયલ કોર્ટ (સિટી સેશન્સ કોર્ટ) દ્વારા સંભળાવવામાં આવેલી તમામ સજાઓને માન્ય રાખીને 38 આતંકીઓની ફાંસીની સજા અને 11 દોષિતોને અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સજા યથાવત્ રાખવાનો આદેશ આપ્યો હતો.

•જાહિદ ઉર્ફે જાવેદ કુતુબુદ્દીન શેખ
•ઇમરાન ઇબ્રાહિમ શેખ
•ઇકબાલ ઉર્ફે ઇકરાર કાસમ શેખ
•શમ્સુદ્દીન ઉર્ફે શમ્સુ શહાબુદ્દીન શેખ
•ગ્યાસુદ્દીન ઉર્ફે ગ્યાસુ અબ્દુલસલીમ અન્સારી
•મોહમ્મદ આરિફ મોહમ્મદ ઇકબાલ કાગઝી
•મોહમ્મદ ઉસ્માન ઉર્ફે ઉસ્માન મોહમ્મદ અનીસ અગરબત્તીવાળા
•યુનુસ મોહમ્મદભાઈ મન્સૂરી
•કમરુદ્દીન ઉર્ફે રાજા ઉર્ફે અબ્દુલ્લા ચાંદમોહમ્મદ
•આમિલ પરવેઝ ઉર્ફે સિકંદર કાજી સૈફુદ્દીન શેખ
•શિબલી ઉર્ફે સાબિત અબ્દુલ કરીમ
•સફદરહુસૈન ઉર્ફે હુસૈનભાઈ ઉર્ફે ઇકબાલભાઈ જહીરુદ્દીન ઉર્ફે જહરુલહસન
•હાફિઝહુસૈન ઉર્ફે અદનાન ઉર્ફે તમીમ તાજુદ્દીન
•મોહમ્મદ સાજિદ ઉર્ફે સલીમ ઉર્ફે સજ્જાદ ઉર્ફે સાદ ગુલામ ખ્વાજા મન્સૂરી
•અબુબસર ઉર્ફે મુફ્તિ ઉર્ફે અબ્દુલ રશીદ ઉર્ફે અબ્દુલ્લા અબુબકર શેખ
•અબ્બાસ ઉમર સામેજા
•જાવેદ અહેમદ સાદિર અહેમદ શેખ (સૈયદ)
•મોહમ્મદ ઇસ્માઇલ ઉર્ફે અબ્દુલ રાજિક ઉર્ફે મુસાફ ઉર્ફે ફુરકાન મોહમ્મદ ઇશાક મન્સૂરી
•અફઝલ ઉર્ફે અફસર ઉર્ફે રાજા ઉર્ફે અજિત સિંહ ઉર્ફે સંજય પાંડે ઉર્ફે ઉસ્માની મુતલિબ ઉસ્માની
•મોહમ્મદ આરિફ ઉર્ફે આરિફ બદર ઉર્ફે લાદાન બદરૂદ્દીન શેખ ઉર્ફે જુમ્મન શેખ
•આસિફ ઉર્ફે હસન બશીરુદ્દીન શેખ
•મોહમ્મદ આરિફ નસીમ અહેમદ મિર્ઝા
•કયામુદ્દીન ઉર્ફે મૂસા ઉર્ફે અશફાક ઉર્ફે અબ્દુલ કાદિર ઉર્ફે રિઝવાન ઉર્ફે સમીર સરફુદ્દીન કાપડિયા
•મોહમ્મદ સૈફ ઉર્ફે રાહુલ શર્મા ઉર્ફે કેરીસેવા સદાબ અહેમદ શેખ
•ઝીશાન અહેમદ એહસાનઅહેમદ શેખ
•જિયાઉર રહેમાન ઉર્ફે મોન્ટુ અબ્દુલ રહેમાન મુસ્લિમ
•મોહમ્મદ શકીલ ઉર્ફે શકીલ યામીનખાન લુહાર
•મોહમ્મદ અકબર ઇસ્માઇલ ચૌધરી ઉર્ફે સઈદ
•ફઝલ-એ-રહેમાન ઉર્ફે સલાઉદ્દીન ઉર્ફે રફીક મુસદ્દિકખાન દુરાની
•અહેમદબાવા ઉર્ફે અબ્બુ અબુબકર બરેલવી
•સરફુદ્દીન ઉર્ફે શરીફ એટ સૈનુદ્દીન ઉર્ફે અબ્દુલસત્તાર ઉર્ફે સલીમ
•સૈફ-ઉર-રહેમાન ઉર્ફે સૈફુ ઉર્ફે સૈફ અબ્દુલરહેમાન અન્સારી
•સાદુલી ઉર્ફે હારિસ અબ્દુલકરીમ મુસ્લિમ
•મોહમ્મદ તનવીર ઉર્ફે તલ્હા મોહમ્મદ અખ્તર પઠાણ
•આમીન ઉર્ફે રાજા અયુદ નાઝિર શેખ
•મોહમ્મદ મોબીન ઉર્ફે મુબીન ઉર્ફે ઇરફાન અબ્દુલ શકુરખાન
•મોહમ્મદ રફીક ઉર્ફે જાવિદ ઉર્ફે આલમઝેબ અફ્રિદી મસ્કુર અહેમદ
•તૌસીફખાન ઉર્ફે અતીક સગીર અહેમદખાન પઠાણ

આ સમાચાર શેર કરો