VIDEO: દિલ્હીમાં કડકડતી ઠંડી: સપ્ટેમ્બર માસમાં ૨૦૦૮ પછીનું સૌથી ઓછું ૨૧ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું
દિલ્હીમાં વાતાવરણ અસામાન્ય રીતે ઠંડું અને ધુમ્મસભર્યું રહ્યુ

દિલ્હીમાં વાતાવરણ અસામાન્ય રીતે ઠંડું અને ધુમ્મસભર્યું રહ્યું હતું, જ્યાં લઘુત્તમ તાપમાન ઘટીને ૨૧ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. હવામાન વિભાગ અનુસાર, ૨૦૦૮ પછી સપ્ટેમ્બર મહિનામાં રાજધાનીમાં નોંધાયેલું આ સૌથી ઓછું લઘુત્તમ તાપમાન છે. તાજેતરમાં થયેલા વરસાદ અને વાદળછાયા વાતાવરણના કારણે તાપમાનમાં આ મોટો ઘટાડો જોવા મળ્યો છે. દિલ્હી હવે ચોમાસાની ઋતુના અંતિમ તબક્કામાંથી પસાર થઈને સૂકા સમયગાળા તરફ આગળ વધી રહી છે, જેનાથી રાત્રિના તાપમાનમાં અસામાન્ય ઠંડક અનુભવાઈ રહી છે.




