મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: શહેરમાં રખડતા શ્વાનોનો ત્રાસ વધ્યો, 4 મહિનામાં 20 હજાર લોકોને ભર્યા બચકાં

અમદાવાદ શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે રસ્તા પર રખડતા ગૌવંશની માફક જ શ્વાનની ફરિયાદ પણ દોઢથી બે ગણી થઈ ગઈ

Ahmedabad news: શહેરમાં રખડતા શ્વાનોનો ત્રાસ વધ્યો,  4 મહિનામાં 20 હજાર લોકોને ભર્યા બચકાં

અમદાવાદ શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે રસ્તા પર રખડતા ગૌવંશની માફક જ શ્વાનની ફરિયાદ પણ દોઢથી બે ગણી થઈ ગઈ છે. નવા શરૂ થયેલા નાણાંકીય વર્ષના ગત ચાર મહિના દરમિયાન અમદાવાદના શહેરીજનોએ રખડતા શ્વાનની 3891 ફરિયાદો નોંધાવી છે. જે પૈકી એકલા જૂલાઈમાં 1395 ફરિયાદો આવી છે. ખાસ કરીને રાત્રિના સમયે શાંત પડી ગયેલા રસ્તા પર વાહન લઈને નીકળતા શહેરીજનોએ અનેક વિસ્તારોમાં રખડતા શ્વાનના ટોળાઓનો સામનો કરવો પડે છે. બીજી બાજુ આ ચાર માસ દરમિયાન શ્વાનના કરડવાના 20 હજાર જેટલા કિસ્સા નોંધાયા હોવાનું પણ સામે આવ્યું છે.

2412 શ્વાનનું ખસીકરણ

રસ્તા પરથી રખડતા પશુઓ એટલે કે ગાય, ધણખૂંટ, શ્વાનનો ત્રાસ ઓછો ચોક્કસ થયો છે, પરંતુ બંધ નથી થયો. આ સ્થિતિ વચ્ચે ચોમાસામાં રખડતા શ્વાનનો ત્રાસ વધી ગયો હોવાની બૂમ લોકોમાંથી ઉઠી છે. મ્યુનિ. કોર્પોરેશન તંત્રના અનુમાન અનુસાર, શહેરમાં રસ્તાઓ પર લગભગ બે લાખ જેટલા શ્વાન છે. છેલ્લા ચાર મહિનામાં 2412 શ્વાનનું ખસીકરણ કરવામાં આવ્યું છે. તેની સામે રખડતા શ્વાનની ફરિયાદો દોઢ ગણી નોંધાઈ છે. 

4 મહિનામાં 20 હજાર લોકોને શ્વાન કરડ્યા

સૂત્રોના જણાવ્યા અનુસાર, દર મહિને ડોગબાઈટ એટલેકે શ્વાન કરડવાના પાંચેક હજાર કિસ્સા સામે આવે છે. જે મુજબ, ચાર મહિનામાં 20 હજાર જેટલા લોકોને શ્વાન કરડતા સારવાર લેવાની ફરજ પડી છે.

મહિનો ફરિયાદ ખસીકરણ
એપ્રિલ 727 549
મે 911 572
જૂન 573 537
જુલાઈ 1395 580
ઓગસ્ટ 155 74

4 મહિનામાં 20 હજાર લોકોને શ્વાન કરડ્યા

સૂત્રોના જણાવ્યા અનુસાર, દર મહિને ડોગબાઈટ એટલેકે શ્વાન કરડવાના પાંચેક હજાર કિસ્સા સામે આવે છે. જે મુજબ, ચાર મહિનામાં 20 હજાર જેટલા લોકોને શ્વાન કરડતા સારવાર લેવાની ફરજ પડી છે.

આ સમાચાર શેર કરો