Vadodara: કેનાલમાં કાર ખાબકતા 2 લોકના મોત, 2નો આબાદ બચાવ
Vadodara News: ગુજરાતમાં જાણે અકસ્માતની વણઝાર સર્જાઈ રહી હોય તેમ સતત અકસ્માતની ઘટના સામે આવી રહી છે. એવામાં વડોદરામા

Vadodara News: ગુજરાતમાં જાણે અકસ્માતની વણઝાર સર્જાઈ રહી હોય તેમ સતત અકસ્માતની ઘટના સામે આવી રહી છે. એવામાં વડોદરામાંથી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. વડોદરાના પરિવારને અકસ્માત નડ્યો હતો. જેમાં કાર કેનાલમાં ખાબકતાં બે લોકોના મોત નિપજ્યાં હતા.
મળતી માહિતી પ્રમાણએ, દિવાળીપુરાના 4 લોકો કાર લઈ કરજણના સાયર ગામે સબંધીને ત્યાં આવ્યા હતા. કરજણના સાયર ગામેથી પરત વડોદરા તરફ ફરતા દેરોલી ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં કાર ખાબકી હતી.
કેનાલ પાસે રોડનો વળાંક છે ત્યાં કાર પાણીમાં ખાબકતા બે લોકોનું ડુબી જવાથી મોત નિપજ્યું હતું. જ્યારે બે લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. પોલોસ દ્રારા બે મૃતક, અન્ય બેને કરજણ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.






