Vadodara રેલવે સ્ટેશન પરથી 5 કરોડથી વધુની કિંમતના 6.5 કિલો સોના સાથે એક શખ્સ ઝડપાયો
Vadodara News: વડોદરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. વડોદરા રેલવે પોલીસ સ્ટેશન પરથી 6.5 કરોડનું સોનું ઝડપાયું

Vadodara News: વડોદરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. વડોદરા રેલવે પોલીસ સ્ટેશન પરથી 6.5 કરોડનું સોનું ઝડપાયું છે. મુંબઇના જ્વેલર્સના સેલ્સમેન મોહિત સિંઘવી પાસેથી 6.5 કરોડનું સોનું પકડાયું છે. 6.5 કિલોના સોનાના દાગીના લઈને મોહિત આવ્યો હતો. ચેમ્બુરના મોહર જ્વેલર્સનો સેલ્સમેન હોવાની વિગતો સામે આવી છે.
મળતી માહિતી પ્રમાણે, મોહિત રેલવે પોલીસે પ્લેટફોર્મ નંબર 1 પરથી સોનાના દાગીના સાથે ઝડપાયો હતો. સેલ્સમેન વંદે ભારત ટ્રેનમાં મુંબઈથી વડોદરા આવ્યો હતો. શંકાના આધારે પોલીસે તેને ચેક કરતા સોનાના દાગીના મળી આવ્યા હતા. પોલીસે કરી દાગીના સાથે આવેલા યુવકની અટકાયત કરી છે.પ્રાથમિક તપાસમાં અંદાજિત રૂપિયા પાંચ કરોડનું સોનું હોવાનું જણાયું હતું.
રેલવે DYSP જી એસ બારીયાના જણાવ્યા પ્રમાણે, મોહિત વડોદરાના નાના મોટા વેપારીઓને દાગીના વેચવા આવ્યો હતો. વડોદરાના જાણીતા જ્વેલર્સને પણ દાગીના વેચવા આવ્યો હતો. આ મામલે પોલીસ વડોદરાના જ્વેલર્સનું પણ નિવેદન લેશે.






