મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ઉર્સ મેળામાં જઈ રહેલી ટ્રકને વીજ કરંટ લાગતા 2 યાત્રીઓના મોત, એક ઈજાગ્રસ્ત

અમદાવાદ જિલ્લામાં ધંધુકાના ફેદરા પાસે ભડિયાદ ઉર્સ મેળામાં જઈ રહેલ યાત્રિકોને વીજ ક

ઉર્સ મેળામાં જઈ રહેલી ટ્રકને વીજ કરંટ લાગતા 2 યાત્રીઓના મોત, એક ઈજાગ્રસ્ત

અમદાવાદ જિલ્લામાં ધંધુકાના ફેદરા પાસે ભડિયાદ ઉર્સ મેળામાં જઈ રહેલ યાત્રિકોને વીજ કરંટ લાગતા બે વ્યક્તિના મોત નિપજ્યા હતા અને એકને ઈજા પહોંચી હતી. વીજ વાયરને ત્યાંથી પસાર થઈ રહેલ ટ્રક અડી જતાં આગ લાગી હતી.

આ પણ વાંચો : અમદાવાદમાં યોજાયેલા ફ્લાવર શોના બુકેએ તોડ્યો રેકોર્ડ, મળ્યું ગિનિસ બુકમાં સ્થાન

હાલ ભડિયાદ ધુમ દાદા ધુમ બુખારીનો ઉર્સ મેળો ચાલી રહ્યો છે. અને આ મેળામાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી આવી રહ્યા છે. ત્યારે ફેદરા પાસે ભડીયાદ મેળામાં જઈ રહેલ યાત્રાળુઓને અકસ્માત નડ્યો. જેમાં આઇસર ટ્રકમાં જઈ રહેલ યાત્રાળુ ઓદરા ગામ પાસે જમવા માટે વાહન સાઈડમાં લઈ જતા હતા ત્યારે વીજ તારને ટ્રક અડી જતા તેમાં સવાર બે યાત્રાળુના મોત નીપજ્યા હતા જ્યારે અન્ય એક યાત્રાળુ ને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તને ફેદરા ૧૦૮ મારફતે ધંધુકાની હોસ્પિટલમાં ખસેડાયા હતા. મૃત્યુ પામનાર 21 વર્ષીય હુસનેન મીયા ખલીફા તેમજ 36 વર્ષીય સુલતાન બીબી જોહર મિયા પઠાણ હતા. યાત્રાળુઓ બાલાસિનોર બાજુના હોવાનુ સામે આવ્યું હતું.

આ સમાચાર શેર કરો